September 26, 2021

એક બાજુ ધોની આઉટ થયો, અને બીજી બાજુ આ વ્યક્તિના પ્રાણ ગયા. જાણો વિગતે

Share post

ભારતની આખરે જીતની બાજી હારમાં પલટાઈ ગઈ છે. ધોની અને જાડેજાએ 100 રનથી વધારે ભાગીદારી કરતાં ભારત જીતની નજીક આવી ગયું હતું. આખરે ભારત વિશ્વકપમાંથી બહાર થઈ ગયું છે. જાડેજાની લડાયક ઇનિંગ ફેલ ગઈ છે. ભારતની 18 રનથી હાર થઈ છે. આજની મેચ ભારે રસાકસી ભરી રહી હતી. એક તબક્કે જાડેજા અને ધોનીની રમત સમયે ભારત જીતી જશે એવી તમામ ભારતીયોને આશા બંધાઈ હતી. જે નિરાશામાં ફેરવાઈ છે. ન્યૂઝિલેન્ડ સતત બીજીવાર વિશ્વકપની ફાયનલમાં પહોંચ્યું છે. ભારતનો આમ વિશ્વકપમાંથી અણધાર્યો અંત આવતાં કરોડો ફેન્સ હતાશ થઈ ગયા છે.

ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડર ખેલાડીઓની નિષ્ફળતાને કારણે ભારતે ICC વર્લ્ડ કપની રોમાંચક મેચમાં ભારતે 18 રને હારનો સામનો કરવો પડ્યો અને તેની સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બાહર નીકળી ગઈ. ભારતની હારની સાથે જ કરોડો ભારતીયોનું સપનું એક ઝટકામાં તૂટી ગયું. તેમજ કોલકાતામાં એક એવો પણ ફેન હતો, જે વર્લ્ડ કપમાંથી ભારતના બહાર નીકળવાના આઘાતને સહન ના કરી શક્યો અને તેનું મોત થઈ ગયું.

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે રમાયેલી સેમિફાઇનલ મેચ જ્યારે ક્લાઇમેક્સ પર હતી, ત્યારે કોલકાતાના સાયકલના વેપારી શ્રીકાંત મૈતી પોતાની દુકાનમાં બેસીને મોબાઈલ પર મેચ જોઈ રહ્યા હતા. છેલ્લી 11 બોલમાં ભારતને 25 રનની જરૂર હતી. 49મી ઓવરોની બીજી બોલ પર કોઈ રન ના આવ્યો. ત્રીજી બોલ પર ધોની એક રન દોડ્યો અને બીજો રન લેવા ઝડપથી દોડ્યો. પરંતુ માર્ટિન ગપ્ટિલનો સીધો થ્રો સ્ટમ્પ્સમાં લાગતા ધોની રન આઉટ થઈ ગયો. ધોનીની વિકેટથી એવો ઝટકો લાગ્યો કે પળવારમાં જ શ્રીકાંત ઢળી પડ્યો. બેભાન અવસ્થામાં શ્રીકાંતને તરજ જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

રવિન્દ્ર જાડેજાની આકર્ષક ઈનિંગ છતા ભારતે ટોપ ઓર્ડરની નિષ્ફળતાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર નીકળવું પડ્યું. ભારતની સામે 240 રનનો લક્ષ્ય હતો, પરંતુ ટોપ ઓર્ડરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. દરમિયાન જાડેજા (59 બોલ પર 74) અને મહેન્દ્ર સિંહ ધોની (72 બોલમાં 50) રન બનાવીને સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરીને મેચને જીવંત રાખી હતી. જોકે, ભારતે પ્રેશરમાં આવીને છેલ્લી 4 વિકેટ માત્ર 13 રન પર ગુમાવી દીધી અને આ રીતે ન્યુઝીલેન્ડ સતત બીજીવાર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post