September 21, 2021

દાઉદના સૌથી નજીક આ વ્યક્તિને ગિરફ્તાર કરવા માંગે છે અમેરિકા, જાણો વિગતે

Share post

દાઉદના નજીક ના સબીર મોતીવાલા ને ગિરફ્તાર કરવા માંગે છે અમેરિકા, ગભરાઇ ગયું પાકિસ્તાન…
પાકિસ્તાન જે અત્યાર સુધી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ને બચાવી રહ્યું છે, હવે તેના નજીક ના ની સુરક્ષામાં પણ જોડાઈ ગયા છે. લંડનમાં પાકિસ્તાનના રાજ નાયક આ વાતની પૂરી કોશિશ માં રહેલા છે કે ડોન ના નજીકના અને ડી કંપનીના સૌથી સિનિયર સબીર મોતીવાલા ને કોઈ પણ કિંમતે અમેરિકાને સોંપવામાં ન આવે. મોતીવાલા દાઉદનો સૌથી વિશ્વાસુ માણસ છે. તેને ઓગસ્ટ 2018 માં ગિરફતાર કરવામાં આવ્યો હતો.

એફબીઆઇએ કર્યો કેસ..

સોમવારે અમેરિકાની તપાસ એજન્સી એફ બી આઇ તરફથી મોતીવાલા ના પ્રત્યાર્પણ યાચિકા ઉપર સુનાવણી ચાલી રહી હતી. સુનાવણી વેસ્ટ મિનિસ્ટર ના મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહી હતી. ડી કંપની નો બચાવ કરી રહેલા વકીલને પાકિસ્તાન ના રાજ નાયક નું સમર્થન મળેલું છે. વકીલે કોર્ટમાં કહ્યું કે મોતીવાલા હમણાં ડિપ્રેશનમાં છે આથી તેઓ હમણાં અમેરિકા નહીં જઈ શકે. મોતીવાલા ઉપર મની લોન્ડરિંગ, ડ્રગ ટ્રાફિકિંગ અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ક્રાઇમના કેસની સુનાવણી થવાની છે.

ગયા વર્ષે થયો ગિરફતાર.

મોતીવાલા દાઉદનો સૌથી વિશ્વાસુ અને નજીકનો છે. તેને લન્ડન માં 2018 માં ગિરફતાર કરવામાં આવ્યો હતો. એફબીઆઈ તરફથી મળેલી ઈન્ટેલીજન્સ બાદ મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના આ રોગ ઉપર પકડવામાં આવ્યો હતો. સુત્રો તરફથી ભારતીય એજન્સી ને જણાવવામાં આવ્યું હતું કે લંડન પાકિસ્તાન ઉચ્ચ આયોગ તરફથી પહેલા પણ પ્રત્યાર્પણ ના પ્રયત્નોને ના કામ કરવામાં આવ્યા છે. ઉચ્ચ આયોગના આરોપીના વકીલ તરફથી એક પત્ર કોટમાં આપવામાં આવ્યો હતો. આ પત્રમાં ઉચ્ચ આયોગે કહ્યું હતું કે મોતીવાલા પાકિસ્તાનમાં એક પ્રખ્યાત અને સન્માનિત વેપારી છે.

આ કારણે કરી રહ્યું છે પાકિસ્તાન..

પાકિસ્તાનને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે જો મોતીવાલા અમેરિકાને અર્પિત થઈ ગયો તો તે દાઉદ અને પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ વચ્ચે સંપર્ક વિશે જાણકારી આપી શકે છે. અમેરિકા તરફથી પહેલાં જ દાઉદને એક ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાએ તેને એમાં એક આતંકી તરીકે જણાવ્યું છે જે આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ નો એક ભાગ છે અને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન સાથે તેના નજીકના સંબંધ છે.

દાઉદનો મદદગાર…

સૂત્રોનું માનીએ તો મોતીવાલા જે દાઉદને આર્થિક મદદ કરે છે ગિરફતાર થયા બાદ સ્કોટલેન્ડ એ તેને પોતાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. બેરિસ્ટર john hardy જે અમેરિકા તરફથી કોર્ટમાં હાજર રહ્યા હતા તેઓએ કોર્ટને જણાવ્યું કે મોતી વાલા વધારે મુસાફરી કરે છે. તે પોતાના બોસ દાઉદ માટે મીટીંગ ગોઠવે છે. એવામાં બચાવ પક્ષનું માનીએ તો મોતીવાલા ડિપ્રેશનથી ઝઝૂમી રહ્યો છે અને ઘણી વખત આત્મહત્યાની કોશિશ કરી ચૂક્યો છે. હવામાન આ કેસનો સામનો કરી રહેલા મોતીવાલા અમેરિકા નહીં જઈ શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post