September 23, 2021

અલ્પેશ ઠાકોરના રાજીનામાં બાદ નાયબ મુખ્યમંત્રીએ, જાણો શું કહ્યું ?

Share post

કોંગ્રેસના હોદ્દાઓથી છેડો રાજીનામુ આપ્યાની ડંફાશો મારનારા અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે ધારાસભ્ય પદ બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ ક્રોસ વોટિંગ બાદ ગરજ પુરી થતા જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા દોડયો હતો.

આ ઘટનાક્રમ રાજકીય અને નૈતિક અધપતનનું ઉત્તમ ઉદાહરણ છે. કાંચિડાની જેમ રંગ બદલવામાં માહેર અને પોતાના સમાજે જેને જાકારો આપ્યો છે તેવા આ રાજકારણીને ભાજપ પોતાના પક્ષમાં પ્રવેશ કરાવીને પોતે પણ ચોરના ભાઈ ઘંટી ચોર છે તેવું સાબિત કરવા માગે છે તેવો સૂર રાજકીય વર્તુળોમાં વહેતો થયો છે.

ત્યારે અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવવા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આમંત્રણ આપ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અલ્પેશ ઠાકોરને આમંત્રણ આપતા કહ્યું કે, સમાજ સેવા માટે કોઈ પાર્ટીમાં જોડાવવું જરૂરી છે, પાર્ટી એ સમાજ સેવા માટેનું એક માધ્યમ છે.

અત્યાર સુધી અલ્પેશ ભોળા ઠાકોર સમાજના ખભે બંદૂક મૂકી અંતરાત્માની વાતો કરતો હતો પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં જે હરકત કરી છે તેનાથી સાબિત થયું છે કે, તેનામાં અંતરાત્મા જેવું કંઈ છે જ નહિ, નફ્ફટાઈની પણ તેણે હદ વટાવી દીધી છે. અત્યાર સુધી એવી ડંફાસો મારતો રહ્યો હતો કે, તે તેના સમાજની સેવા માટે આવ્યો છે પરંતુ ભાજપ તરફના સ્પષ્ટ ઝોકના કારણે પોતે જ સાબિત કરી દીધું છે કે, સેવા કે સંઘર્ષ નહિ પણ મેવા ખાવા માટે જ તે રાજકારણમાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post