September 22, 2021

જાણો આ બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની આ અનોખી ખેતી વિશે, જાણો વધુ

Share post

દિવસે-દિવસે લોકોના ધંધા રોજગાર વધતા જાય છે કેટલાય એવા લોકો છે ખેતી હોવા છતાં પૂરતું ધ્યાન આપતા નથી અને મોટાભાગના લોકો સારી રકમની લાલચમાં જમીન વેચી નાખે છે. રાજુલાના જાફરાબાદમાં ઉદ્યોગના કારણે આ પ્રકારનું અવાર નવાર જોવા મળે છે પણ રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામના પૂર્વ ધારાસભ્ય ખોડાભાઈ નકુમના પુત્ર રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે તેમ છતાં તે હજુ પણ ખેડૂત છે.

રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે.

રાજુલાના જૂની બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી

રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ પોતાની 40 વીઘા જમીનમાં અનોખું વાવેતર કરી પ્રગતિશીલ ખેડૂત તરીકે સામે આવ્યા છે. અહીં તડબૂચ, સરઘવો, ગુંદા, ટામેટા, લીંબુ, ચીકુ સહીતની ખેતીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અહીં ખેતીની તમામ સામગ્રી, વર્ષો પહેલાના સાધનો પણ પીઠાભાઇ પાસે છે. તેમણે ખેડૂત તરીકેના પરંપરાગત કપડાં પણ હજુ રાખ્યા છે. તેમના પત્ની અને પીઠાભાઇ પોતે આ ખેતીમાં સતત મેહનત કરે છે.

સરઘવો, તડબૂચ અને ગુંદા સહીતની ખેતીમાં વાવેતર

દરરોજ બપોર બાદ સાંજના સમયે તેમની ખેતી જોવા માટે બહાર ગામથી ખેડૂતો અહીં આવે છે અને નવાઈની વાત તો એ છે કે આ પ્રથમ ખેતી અને જમીન એવી છે ચોખી કોઈ પણ પ્રકારનો કચરો આ ખેતી આસપાસ જોવા મળતો નથી. ખેડૂત પીઠાભાઇ નકુમ અને તેમનો પરિવાર વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે. અહીં પોતે અવાર-નવાર ખેડૂતોને ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડે છે. કેવા પ્રકારની ખેતી હોવી જોઈએ, કેવા પ્રકારનું ઉત્પાદન કરવાથી ખેડૂતોને ફાયદો થઇ શકે સહીતની શિબિરો પણ અહીં તેમની વાડીમાં અવાર-નવાર જોવા મળે છે.

ગૌમુખ, છાણીયા ખાતર વપરાશથી વધુ ઉત્પાદન

હાલમાં રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે નામ રોશન કર્યું છે. સાથે સાથે રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાં વર્ષો પહેલા તેમના પિતા ખોડાભાઈ નકુમ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ખેડૂત તરીકે સારું એવું પ્રભુત્વ ધરાવે છે. બીજી તરફ ખેતી પ્રત્યે તેમને અને તેમના પરિવારને ખેતી કરવાનો શોખ પણ છે. વર્ષોથી નકુમ પરિવાર આધુનિક ખેતી કરવામાં સફળ છે. અવનવી રીત અપનાવી ખેતી કરવામાં પીઠાભાઇ નકુમનો આખો પરિવાર માહિર છે અને આ ખેતીમાં નીલગાય ભૂંડનો ત્રાસ નથી જેના કારણે ખેડૂતોને ખુબ મોટો ફાયદો થાય છે.

પાણી-ખાતર-દવાનો બિલકુલ ખર્ચ થતો નથી

હાલમાં આ ખેતી સૌ કોઈ માટે પ્રેણાદાયક સાબિત થઈ છે. આવનારા દિવસોમાં વધુ ખેતીનું આ પ્રકારનું ઉત્પાદન થાય તેના માટે અન્ય ખેડૂતોને પણ આ પ્રકારની ખેતી કરવાની અપીલ કરી રહ્યા છે. ખેડૂતો જે પહેલા જૂનો પહેરવેશ પહેરતા અને ખાસ કરી તેમના પિતા ખોડાભાઈ આ પ્રકારનો પહેરવેશ પહેરતા હતા જે પીઠાભાઇ નકુમે અને તેમના પત્નીએ આજે પણ તે પહેરવેશ જાળવી રાખ્યો છે. અહીં પાણીની સુવિધા પણ સારી છે. કૂવોમાં પણ પાણી છે જેના કારણે અહીં ખેડૂતોને સારો એવો ફાયદો થાય છે. પીઠાભાઇ દ્વારા આજે પણ એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ઘણાં ખેડૂતો માર્ગદર્શન લેવા માટે આવે છે અને મહિનામાં એક-બે આ પ્રકારની શિબિર કરતા રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post