September 22, 2021

મોદી સરકાર આ રીતે કરશે ખેડૂતોની અવાક બમણી, વાંચો વધુ….

Share post

ખેડૂતોની અવાક બમણી કરવાનાં મુદ્દે મોદી સરકાર દ્વારા 5 જુલાઈના રોજ જાહેર કરવામાં આવતા બજેટ માં મોટી જાહેરાત થઇ શકે છે. લોકસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતી મળતા જ સરકાર સતત આ મુદ્દે વિચારણા કરી રહી છે. સરકાર દ્વારા ચૂંટણી પહેલાં ખેડૂતો માટે 6 હજાર રૂપિયા વાર્ષિક મદદની શરૂઆત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીઓ પછી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા 6000 ની સહાયની યોજના વધુ ખેડૂતોને આપવામાં આવશે. એટલે કે અત્યાર સુધી જે ખેડૂતો કોઈ કારણસર તેનો લાભ લેવા માટે અસમર્થ હતા. તેઓને પણ ટૂંક સમયમાં વડાપ્રધાનની આ યોજનાનો લાભ મળશે.

હાલમાં તો સરકાર સંપૂર્ણ ધ્યાન ખેડૂતોની આવકમાં વધારો કરવા માટેની યોજનાઓ અમલમાં મૂકવા પર આપી રહી છે. વડાપ્રધાન મોદી નો દાવો છે કે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થશે. સરકાર આ બજેટમાં તે અંગેની માર્ગદર્શિકા જણાવી શકે છે. કૃષિ ક્ષેત્રની ધીમી ગતિને વેગ આપવા માટે સરકાર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ કરી શકે છે. સંપૂર્ણ બજેટમાં આ ક્ષેત્ર માટે ફાળવણી વચગાળાના બજેટના આંકડા કરતા 30 ટકા વધુ કરી શકાય છે. વચગાળાના બજેટમાં ફાળવણી 144 ટકા વધારીને રૂ. 1,40,764 લાખ કરોડ કરવામાં આવી હતી. ખાતર સબસિડી માટે ફાળવણી પણ વધી શકે છે.

મોદી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ પણ લાવી છે. જેના દ્વારા, મોદી સરકાર એકથી પાંચ વર્ષ સુધી શૂન્ય ટકા વ્યાજ પર કૃષિ લોન આપી શકે છે. સમાચાર મુજબ, તેની મૂળ સમયે ચુકવણીની સ્થિતિ પર આધાર રાખશે. ઉલ્લેખનિય છે કે મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અને તેઓ સમૃદ્ધ થાય તે માટે વચન આપ્યું છે. જેથી સરકાર મજબૂત વેરહાઉસ અને લોજિસ્ટિક્સ નેટવર્ક પૂરી પાડી રહી છે. તેથી ખેડૂતો જે પાક ઉત્પન કરે છે તેને સંગ્રહિત કરવામાં કોઇ મુશ્કેલી આવે નહી. ખેડૂતોને ગામની નજીક તેમનો પાક રાખી શકે તે માટે સરકાર યોજના બનાવી રહી છે. જેનાથી ખેડૂતોને લાભ થશે.

હાલ જોઈએ તો ગુજરાતના ખેડૂતો કપાસ વીમા માટે પોતાનો પક્ષ રાખીને સરકાર સામે દેખાવ કરી રહ્યા છે. ખેડૂતોમાં પાકવિનાને લઈને ભારે અસંતોષ દેખાઈ રહ્યો છે. સરકારે અવાક બમણી કરવાનાં પોકળ દાવા કર્યા વગર સૌ પ્રથમ ખેડૂતોને પાકવીમો સમયસર મળે તે અંગે યોગ્ય પગલાં લેવા જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post