September 21, 2021

ખેડૂતને ટેકાના ભાવે વેચેલ મગફળીનું વળતર પાંચ મહિના થવા છતા મળી નથી- વાંચો રીપોર્ટ

Share post

ભાવનગરના સિહોર તાલુકાના થોરાળી ગામના ખેડૂતને ટેકાના ભાવે વેચેલ મગફળીનું વળતર પાંચ મહિના થવા છતા નહિ મળતા જિલ્લા કલેક્ટરને રજુઆત કરાઈ છે.

થોરાળી ગામના અંજુબેન તેજાભાઈ ખીમાણીએ રજુઆતમાં જણાવ્યું છે કે, ૫-૧-૨૦૧૯નાં રોજ સી.સી.આઈ. ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૧૮-૧૯ના અનુસંધાને ટેકાના ભાવે ખરીદીમાં તેમના દ્વારા વેચાણ કરવામાં આવેલ મગફળી જેમનું કુલ વજન ૧૨ ક્વિન્ટલ (૬૦ મણ) હતું. એમ.એસ.પી. હેઠળ અપાયેલ જથ્થો ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૧૮-૧૯નાં મગફળીના યુનિફોર્મ સ્પેસિફિકેશન અનુસાર હતો. અને તેની સત્તાવાર રીતે સ્વીકૃતિ પણ કરવામાં આવેલ. જેમની વેચાણ રસીદ પણ છે.

વેચાણ કરેલ મગફળીની લેણી નીકળતી રકમ ૬૦,૦૦૦ આજદિન સુધી વેચાણ સંઘને રજુ કરાયેલ દેના બેન્ક ટાણા શાખાનાં ખાતા નં.૦૨૭૬૧૦૦૫૦૪૦૬માંજમા કરવામાં આવેલ નથી. બેન્ક પાસબુકની પ્રથમ પાનાની ક્ષેરોક્ષ નકલ સાથે સામેલ હોવાની જવાબદાર અધિકારીઓને રજુઆત છતા પરિણામ નહિ મળતા જો સાત દિવસમાં રકમ જમા નહિ થાય તો કાયદાકિય ફરિયાદ કરવાની અરજદાર દ્વારા ચિમકી અપાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post