September 18, 2021

નોકરી છોડીને ખેડૂત બનેલા યુવાને ૩૫ વીઘા ખેતરમાં તરબૂચ ઉગાડીને કમાઈ રહ્યા છે લાખો રૂપિયા

Share post

પરંપરાગત ખેતીમાં કરતા નફા ને જોઈને ખેડૂતો હવે કૃષિ વૈવિધ્યકરણ તરફ પ્રયાણ કરી રહ્યા છે. હકીકતમાં હાઈટેક ટેકનોલોજીથી કરેલી તરબૂચની ખેતી ને કારણે જનપદ સહારનપુર ના એક એન્જિનિયર માલેતુજાર બની ગયો છે. આ એન્જિનિયર પોતાની નોકરી છોડીને ખેતી શરૂ કરી અને પોતાની પાંત્રીસ વીઘા વારસાગત જમીન માં તરબૂચ ને ખેડ કરી અને પાંચ મહિનાના અંતરમાં 12થી 14 લાખ ની કમાણી ઉભી કરી લીધી છે આટલું જ નહિ. તે એક સફળ ખેડૂત બન્યા બાદ જામફળ કેળા લીંબુ થી પણ કમાણી કરી રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ મુજફ્ફરાબાદ ના એક ખેડૂત પરિવારમાંથી આવતા સુશીલ સૈની ની. જેણે દિલ્હીમાં બી.ટેક કરીને એક કંપનીમાં નોકરી શરૂ હતી જે છોડીને તેણે મહારાષ્ટ્ર અને છત્તીસગઢના ખેડૂતો ને હાઇટેક ખેતી કરતા જોયા. જેનાથી તેનો મન ફરી ગયું અને તેણે ખેતી કરવાની ઈચ્છા રાખીને ડ્રિપ એરીગેશન પદ્ધતિથી તરબૂચની ખેતી કરી.

મલ્ચીંગ ટેકનિકથી low tunnel બનાવવાનો કાર્ય શરૂ કર્યું હતું. જેનાથી છોડને શિયાળામાં અને ચોમાસામાં વરસાદથી બચાવી શકે સુશીલને પોતાની કમાણી એપ્રિલ મહિનામાં જ શરૂ થઈ ગઈ હતી. તેણે પોતાના પાંત્રીસ વીઘા ખેતરમાં અત્યાર સુધીમાં ૧૨ થી ૧૩ લાખ રૂપિયા ના તરબૂચ વેચી દીધા છે. અત્યાર સુધીમાં મહિને તેને સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી આવક થઈ રહી છે. જે છેલ્લા ચાર મહિનાથી સતત શરૂ છે. સુશીલ સૈની પોતાના અનુભવ ને લઈને અન્ય ખેડૂતોને પણ કહે છે કે તમે હાઇટેક ખેતી કરવાનું શરૂ કરો. પરંપરાગત ખેતી ને લઈને નફો મળતો નથી અને વધુ મહેનત કરવી પડતી હોય છે.

આટલા સારુ ફળ આપતા છોડ ની પસંદગી સુશીલે હાઇટેક સંસ્થામાંથી કરી હતી. ખેડૂત સુશીલે હરિયાણાની કરનાર સ્ટેટ ભારત સરકાર અને ઈઝરાયેલ ના સંયુક્ત સંચાલન કેન્દ્રમાંથી તરબૂચના બીજ ખરીદ્યા હતા. તરબૂચ ના છોડ ત્યાંથી તૈયાર મેળવ્યા હતા. જેમાં આ છોડ માટીમાં નહીં પરંતુ નારિયેળના છોલ માં ઉગાડવામાં આવ્યા હતા. તરબૂચના એક હાઈબ્રીડ બીજ ની કિંમત માત્ર 2.40 રૂપિયા જ છે.

એન્જિનિયર માંથી ખેડૂત બનેલા સુશીલે કહ્યું કે તેઓ બાગાયતી ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓ જમરૂખ, કેળા, લીંબુની ટેકનિકલ બાબતો શીખી રહ્યા છે. તેમણે પોતાના બગીચામાં સિંચાઇ માટે ડ્રીપઇરીગેશન ની વ્યવસ્થા કરી છે. જેનાથી બગીચો વ્યવસ્થિત દેખાય અને પાણીનો ઉપયોગ પણ નિયમિત રીતે થઈ શકે. બગીચામાં તરબૂચની સાથે-સાથે સક્કરટેટી ની ખેતી પણ કરી છે. જેનાથી તેને ભવિષ્યમાં ચોક્કસ ફાયદો થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post