September 18, 2021

અરબ સાગરમાં વાયુ વાવાઝોડું મોટું થતા, ગુજરાતમાં આ શહેરોમાં વરસાદની આગાહી.

Share post

કેરળમાં ચોમાસાના આગમન પછી કેરળ અને કર્ણાટકમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે મુંબઈમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ દિવસમાં મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પછી BMCએ પોતાના તમામ અધિકારી અને કર્મચારીઓને અઠવાડિના અંત સુધી ફરજ પર હાજર રહેવા માટે જણાવ્યું છે. આફતના સમયમાં લોકોની સુરક્ષા માટે નેવીના અધિકારીઓને પણ વર્લી, કોલાબા, મલાડ, ઘાટકોપર જેવા વિસ્તારોના રહેવાની સુચનાઓ આપવામાં આવી છે.

બીજીબાજુ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછી ચોમાસું ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ વાવાઝોડાની સંભાવનાના કારણે પોરબંદર અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ છ કલાક જેટલા સમયમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારબાદના 24 કલાકમાં આ ડિપ્રેશન ડીપડિપ્રેશનમાં પરિવર્તિત થઈને વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખોરવાવાની પણ સંભાવનાઓ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસું થોડું લંબાઈ જશે. હાલ આ વાવાઝોડું પોરબંદરથી 930 કિલોમીટર દૂર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post