September 18, 2021

વરસાદી ખેતી કરતા ખેડૂતો પર ફોકસ કરશે કેન્દ્ર સરકાર- ગુજરાતને થશે આ રીતે ફાયદો

Share post

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ ગુરુવારે સંસદના બંને સદનોમાં સંયુક્ત સત્રમાં સંબોધિત કર્યા હતા, જેમાં નવી સરકારના ભવિષ્યના એજન્ડા અને યોજનાઓ પર વાત કરી. તેમણે આઝાદીના 75માં વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા ઉપર વિશેષરૂપથી ધ્યાન આપ્યું. આ અપેક્ષિત છે કારણકે ખેતી એ ભારતની કરોડરજ્જુ છે.
આ કરોડરજ્જુને મજબૂત કરવા માટે 1960ના દર્શકના ઉત્તરાર્ધમાં હરિત ક્રાંતિની શરૂઆત થઈ. જેના પછી ભારતની કૃષિ નીતિ લગભગ સંપૂર્ણ રીતે રાષ્ટ્રીય ખાદ્ય અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવા ઉપર કેન્દ્રિત થઇ ગઇ. આનો ઉદ્દેશ્ય ખાદ્ય અન્ન ઉત્પાદનમાં વધારો કરવો, ખાદ્ય અન્ન નાગરિકોને પૂરું પાડવું અને રાષ્ટ્રને આત્મનિર્ભર બનવું હતું.

ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો થયો પરંતુ ખેડૂતોની આવકમાં કોઈ ફરક પડ્યો નહી. આંકડાઓ જોઈએ તો પાછલા બે દશકમાં નાના અને શ્રીમંત ખેડૂતોની આવકમાં લગભગ 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને માર્ચ 2016 માં નરેન્દ્ર મોદી સરકારે ભારતીય કૃષિ નીતિ માં એક ઐતિહાસિક ફેરફારની ઘોષણા કરતા 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા નો વિશ્વાસ અપાવ્યો છે. આ સમયે કૃષિ તજજ્ઞોએ આ પગલાંની સરાહના તો કરી પરંતુ લક્ષ્યને પહોંચથી દૂર બતાવ્યું.

મોદી સરકારે અસંભવને સંભવ બનાવવાનો નિર્ણય કર્યો અને આ દિશામાં મજબૂત પગલાં ભરવાના શરૂ કરી દીધા. ખેડૂતોને પાણી, વીજળી, ખાતર, બિયારણ, અને ખેતી થી જોડાયેલા અન્ય બંધાવો બજારમાં વગેરેથી જોડાયેલી યોજનાઓને નિશ્ચિત સમયમાં લાગુ પાડવાનો નિર્ણય કર્યો. કેન્દ્રીય બજેટમાં ખેતીને ફાળવવામાં આવતાં બજેટને બે ગણું કરી દીધું. કોંગ્રેસની યુપીએ સરકારે જ્યાં ૨૦૦૯ થી ૨૦૧૪ દરમિયાન માત્ર ૧ લાખ ૨૧ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા એવામાં મોદી સરકારે 2014 થી 2018 વચ્ચે ચાર વર્ષમાં જ ૨ લાખ ૧૧ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા.

સરકારે ખાતર અને બિયારણ બજારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ઉપરાંત સિંચાઇની વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપ્યું અને પચાસ હજાર કરોડ ના રોકાણ સાથે શહેર અને ચેકડેમો પર કામ શરૂ કરી દીધું. પાણીનો ખેતીના કામમાં સારો ઉપયોગ કરાવવા સાથે ટપક સિંચાઇ પદ્ધતિ નેટ ચાર વર્ષમાં જ 26.7 લાખ હેકટર સુધી પહોંચાડી દીધો.

દરેક ખેતરો સુધી પાણી પહોંચે એટલા માટે જુલાઈ 2015માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વય વાળી યોજના છે. આ યોજના અનુસાર પચાસ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. જોતા આ પાછળના પાંચ વર્ષ માટે હતું બીપી આ વખતનું બજેટ હાલના સત્રમાં રજૂ કરવામાં આવશે. નિશ્ચિત રૂપથી આ બજેટમાં ખેડૂતો માટે વિશેષ પેકેજ રાખવામાં આવશે જેમાં સિંચાઇ વ્યવસ્થા માટે અલગથી રકમ હોઈ શકે છે.

આના પહેલા કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર દેશમાં ખાદ્ય અન્ય વધતી જરૂરિયાતોને પૂરી કરવા તેમ જ ખેડૂતોની આવક વધારવા માટે વર્ષા આધારિત ખેતી પદ્ધતિ અને મજબુત બનાવશે અને આના માટે સરકાર આધુનિક તકનીકનો ઉપયોગ કરશે.

ભારતમાં પાંચમાંથી ત્રણ ખેડૂતો સિંચાઈનો કુત્રિમ સાધનો ની જગ્યાએ વરસાદના પાણીનો ઉપયોગ કરી પાકનું ઉત્પાદન કરે છે.આર્થિક સર્વેક્ષણ 2017 2018 અનુસાર ભારતમાં કુલ ૧૪ પોઇન્ટ બે કરોડ હેકટર જમીન પર ખેતી થાય છે જેમાં 52 ટકા ભાગ અનિયમિત સિંચાઇ અને વરસાદ ઉપર આધાર રાખે છે. એટલે કે ખેતી લાયક જમીન નો અડધાથી પણ વધારે ભાગ આજે વરસાદ પર આધારિત છે વરસાદની સ્થિતિ કડવા ઉપર ઉપદ સારી નથી થતી એવામાં ખેડૂતોની આવકમાં ઘટાડો જોવા મળે છે સરકારનો આ આવક ને વધારવા ઉપર ફોકસ છે.

દેશમાં વરસાદી સિંચાઇ ક્ષેત્ર અંતર્ગત મહારાષ્ટ્ર , ગુજરાત,મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ જેવા રાજ્યો મુખ્યત્વે આવે છે. આ ક્ષેત્રોમાં ખેતી ઉત્પાદન સંપૂર્ણ રીતે વરસાદી અને બિન વરસાદી વાતાવરણ ઉપર આધાર રાખે છે.કાયમ આ ક્ષેત્રો દુકાળ ગ્રસ્ત હોય છે અને દરેક ત્રણ વર્ષમાં એક વખત દુકાળ પડે છે.પશ્ચિમી તેમજ પૂર્વ રાજસ્થાન ,ગુજરાત, ઉત્તર પ્રદેશ તથા તમિલનાડુ આવા દુકાળથી વધારે પ્રભાવિત હોય છે.
વર્ષા આધારિત આ જ ક્ષેત્રોમાં પાકની ભરપૂર ઉત્પાદકતા લેવા માટે આધુનિક તકનીકનો ઉપયોગ અને આ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક રીતથી પાકની ઓળખ કરી આ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.આ ઉપાયોથી વરસાદ આધારિત કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકાય છે અને ખેડૂતોની સ્થિતિ માં વ્યાપક સુધારો જોવા મળી શકે છે.


Share post