September 17, 2021

સરકારે સ્વીકાર્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં 12 હજાર ખેડૂતોએ કરી છે આત્મહત્યા…

Share post

પ્રદેશના સહકારી એવમ પુનર્વાસ મંત્રી સુભાષ દેશમુખે એક સવાલના લેખિત જવાબમાં સ્વીકાર્યું છે કે 2015 થી 2018 ની વચ્ચે લગભગ 12 હજાર ખેડૂતોએ મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે પરંતુ પરિસ્થિતિઓ એટલી હદ સુધી વિપરીત છે જેનાથી ઉપર આવવું સત્તાધારી પાર્ટી બીજેપી અને શિવસેના માટે સેહલું નહીં રહે.

ભૂતકાળનો માર અને ખેડૂતોને ખરાબ પરિસ્થિતિ નિયંત્રણથી બહાર જઈ રહી છે. રાજ્યમાં આ વર્ષે ૬૧૦ થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.પ્રદેશના સહકારી તેમજ પુનર્વાસ મંત્રી સુભાષ દેશમુખે એક સવાલના લેખિત જવાબમાં માન્યું છે કે ૨૦૧૫ થી લઈને ૨૦૧૮ સુધીમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ત્રણ વર્ષમાં આટલી મોટી સંખ્યા ઉપર આત્મહત્યા કરવી તેનો આંકડો હેરાન કરી દે તેવો છે.

આત્મહત્યાને વધતી સંખ્યા ની પાછળ પાક નિષ્ફળ જવો, દુષ્કાળનો માર અને સિંચાઇના પાણીની અછત તેમજ બજારમાંથી પૂરતો ભાવ નહિ મળવો અને અનાવૃષ્ટિ થી પાક નિષ્ફળ જવો .આ બધા કારણોને મુખ્ય બતાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે પોતાના હાલના બજેટમાં સિંચાઇના ખર્ચ માટે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું કહ્યું છે. આ ઉપરાંત માઈક્રો લેવલ ઉપર સિંચાઈ માટે ૩૫૦ કરોડ રૂપિયાનું અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે. પરંતુ આ બધા જ વચનો વચ્ચે આવનાર વિધાનસભા ચૂંટણી બીજેપી માટે એક કડી ચુનોતી રહેશે. કેમકે પાછલી વિધાનસભા ચૂંટણી ખેડૂતો ની આત્મહત્યા અને ખરાબ કૃષિ ઉપર જડવામાં આવી હતી.હવે ત્રણ મહિનાના અંતરાલ બાદ જ ચૂંટણીઓ થવાની છે. એવામાં વિપક્ષનો આરોપ છે કે પ્રદેશમાં બીજેપી-શિવસેના સરકારે કંઈ કર્યું નથી.

આત્મહત્યાઓ માં ખેતી મજૂર સૌથી વધારે છે. જોવા જઈએ તો અલગ-અલગ સરકારો ખરાબ વ્યવસ્થા ને સારી કરવા તેમજ ખેડૂતોના દેવાને માફ કરવાનું એલાન કરે છે. પરંતુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો ના આંકડાઓ આ ઘટનાના બીજા મુદ્દાઓને ઉજાગર કરે છે. અધિકારીક ડેટા ઓ મુજબ કૃષિ ક્ષેત્ર થી જોડાયેલી આત્મહત્યાનો મામલો લગભગ 50 ટકા ખેત મજૂરો નો જ છે. લોકસભામાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો ના આંકડાઓનો હવાલો આપીને જણાવવામાં આવ્યું કે 2014 થી 2016 માં ૪૫ ટકા ખેત મજૂરો એ આત્મહત્યા કરી છે. રાજ્યો મુજબ વાત કરીએ તો તમિલનાડુ, ગુજરાત, કેરળ અને રાજસ્થાનમાં ખેડૂતોના બદલે ખેત મજૂરો એ જ વધુ આત્મહત્યા કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post