September 18, 2021

ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સાથે મળે છે 10 લાખ સુધી નો વીમો, જાણો કેવી રીતે લેવાનો હોય છે લાભ

Share post

હવેના સમયમાં દરેક મીત્રો પાસેબેંકમાં ખાતું હોય જ છે અને બેન્ક તરફથી એટીએમ કાર્ડ આપવામાં આવે છે જે મોટાભાગે વિઝા, માસ્ટર કાર્ડ કે રૂપે કંપનીનું હોય છે. તમારી પાસે કોઇ સરકારી અથવા ખાનગી બેન્કનું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ હોય તો શક્ય છે કે તેની સાથે તમારો અકસ્માત વીમો પણ હોય. તે 25 હજારથી માંડીને 10 લાખ રૂપિયા સુધીનો હોઇ શકે છે. આ જાણકારી તમામ મિત્રો સુધી અચૂક પહોંચાડજો જેથી કદાચ કોઈને કોઈ આપત્તિ આવી પડે ત્યારે તેમના પરિવારને સહાય મળી શકે.

જો તમારી પાસે RUPAY ડેબિટ કાર્ડ હશે તો તેમાં તમને 2 લાખ રૂપિયાનો વીમો મળે છે.  પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હેઠળ આવનાર રૂપેનો 600 કરતા વધારે બેન્કો સાથે કરાર છે. RUPAY ડેબિટ કાર્ડ પોતાના ગ્રાહકોને બે લાખ રૂપિયા સુધીનો વીમો મફતમાં આપે છે. પહેલા તે મર્યાદા એક લાખ હતી.

લાભ લેવાની પ્રક્રિયા કેવી છે? અને વળતર કેવી રીતે મળે?બેન્કમાં ખાતું ખોલ્યા બાદ તમને જેવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ મળે છે, વીમા પોલિસી લાગુ થઇ જાય છે. તેમાં વીમા કંપનીઓ અને બેન્ક વચ્ચે કરાર હોય છે. તેના હેઠળ આંશિત અથવા કાયમી વિકલાંગતાથી માંડીને મૃત્યુ થવા સુધી અલગ- અલગ પ્રકારની જોગવાઇઓ છે.

બેંકમાં અરજી કરવી જો વીમા વાળા કાર્ડ ધારક અથવા ગ્રાહકનું કોઇ અકસ્માતમાં મોત થાય છે તો તેના પરિવારના સભ્યે 2 મહિનાથી માંડીને 5 મહિનાની અંદર બેન્કની તે બ્રાન્ચમાં જવું પડશે જ્યાં વીમા ધારકનું ખાતું હતું. તેણે વળતર માટે અરજી કરવાની રહેશે.

છેલ્લા 45 દિવસમાં નાણાકીય લેવડ દેવડ  થયેલી જરૂર છે જો તમે કોઇ બેન્કની બીજી બ્રાન્ચમાં પણ ખાતુ ધરાવતા હો તો વળતર કોઇ એક જ એટીએમ પર મળશે જેનાથી પૈસાની લેવડ- દેવડ કરાતી હોય. વ‌ળતર આપતા પહેલા બેન્ક જોશે કે મૃત્યના પહેલા પાછલા 45 દિવસમાં તે કાર્ડથી કોઇપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ થઇ હતી કે નહીં. તે દરમિયાન નાણાકીય લેવડ- દેવડ થવી જરૂરી છે.

કાર્ડ કયા પ્રકારનું છે તેના પર વળતરનો આધારવળતરની રકમ તમારા કાર્ડની કેટેગરી પર આધાર રાખે છે. હકીકતમાં, બેન્કો પાસે આજકાલ ઘણા પ્રકારના કાર્ડ હોય છે, જેની પર તે અલગ-અલગ ઓફર્સ આપે છે. તેમાં 25 હજારથી માંડીને 10 લાખ સુધીના વળતરની જોગવાઇ છે.

આ રીતે ફાયદો ઉઠાવી શકોડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર જો અકસ્માત વીમા કવર મળ્યું છે તો તેનો ફાયદો ઉઠાવવા માટે જરૂરી નિયમોની પણ જાણકારી હોવી જોઇએ.

અકસ્માત થયો હોય તો લાયસન્સ જરૂરી લાયસન્સ કાઢવો માત્ર 400 રૂપિયામાં, જાણવા અહીં ક્લિક કરો:

ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે? સાવ સરળ છે રીત ખર્ચ છે માત્ર 400 રૂપિયા- મિત્રોને પણ શેર કરો

અકસ્માત થવા પર પોલીસને તેની જાણકારી આપો. હોસ્પિટલમાં દાખલ થવા પર તમામ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા પડે છે. અકસ્માતથી સંબંધિત વ્યક્તિ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ. વીમાધારકના મોતની સ્થિતિમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ અને મૃતકનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઇએ.
તમારે બેન્કને આ પણ જણાવવાનું રહેશે કે કાર્ડધારકે 60 દિવસની અંદર એટીએમ કાર્ડના માધ્યમથી કોઇને કોઇ કાયદેસર લેવડ-દેવડ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post