September 26, 2021

ગુજરાતના ખેડૂતોની વિદેશી કંપની PepsiCo સામે મોટી જીત, ખેડૂત સામેના કેસ પાછા ખેંચવા પડશે

Share post

સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના નવ ખેડૂતો સામે એફસી-૫ બ્રાન્ડના બટાટાનું વાવેતર કરી પોતાના કોપીરાઈટનો ભંગ કર્યો હોવાના અમદાવાદ અને મોડાસાની કોર્ટમાં પેપ્સીકોએ જે એક-એક કરોડના દાવા કરેલા તેની સામે માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાંથી ખેડૂતો તરફી જુવાળ અને પેપ્સી વિરોધી રોષ ફાટી નિકળતાં આખરે પેપ્સીકોએ આ કેસ પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકાની મલ્ટીનેશન કંપની પેપ્સીકોએ એફસી-પ બ્રાન્ડના બટાકાનુ વાવેતર કરી કોપીરાઈટનો ભંગ કરવાના આક્ષેપ હેઠળ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ૯ ખેડૂતો સામે અમદાવાદ અને મોડાસાની કોર્ટમાં એક-એક કરોડ રૃપિયાની નુક્સાનીનો દાવો કર્યો કર્યો હતો. ખેડૂતો ઉપર કરવામાં આવેલ કેસના પગલે દેશભરના ખેડૂતો પેપ્સીકો કંપની સામે રોષે ભરાયા હતા. ભારતીય કિસાન સંઘ, ગુજરાત રાજ્ય સીડ્સ એસો. સહિત ખેડૂતો સાથે જોડાયેલ અનેક સંસ્થાઓએ પણ રોષ વ્યકત કરી ખેડૂતો ઉપરના કેસ પરત ખેંચવા દબાણ ઉભુ કર્યુ હતુ સાથે જ પેપ્સીકો તમામ પ્રોડક્ટસના બહિષ્કારની ચીમકી આપવામાં આવી હતી. બીજી તરફ આ કેસ કોર્ટમાં ટકી શકે તેમ જ ન હોવાનુ તજજ્ઞાોએ જણાવ્યુ હતુ. આખરે દેશભરના ખેડૂતોનો રોષ જોઈ પેપ્સીકો કંપનીએ ખેડૂતો ઉપર કરેલા કોર્ટ કેસ પરત ખેંચી લીધા હતા અને આખરે આ સમગ્ર પ્રકરણમાં ખેડૂતોનો વિજય થયો હતો.

પેપ્સીકો કંપનીએ ગુજરાતના ખેડૂતો ઉપર કોપીરાઈટના આક્ષેપ કરી કોર્ટમાં કેસ કર્યા હતા. પેપ્સીકો કંપનીએ સાબરકાંઠા અને અરવલ્લીના ૯ ખેડૂતોના ડમી ગ્રાહકો મારફતે સ્ટીંગ રાવ્યા હતા. જેનુ વીડિયો રેર્કોિંડગ કોર્ટમાં રજુ કરી એફસી-પ બટાકની બ્રાન્ડ કંપનીએ રજીસ્ટ્રેશન કરાવેલી હોય કોઈ ખેડૂત તેની ખેતી ન કરી શકે અને કોપીરાઈટનો ભંગ જણાવી કંપનીને થયેલ નુકશાનીના વળતર માટે એક-એક કરોડ રૃપિયાનો દાવો કરવામાં આવ્યો હતો. ખેડૂતો ઉપર કરોડો રૃપિયાનો દાવો થતાં જ ખેડૂતો સમસમી ઉઠયા હતા. દરમિયાન પેપ્સીકો કંપનનીની દાદાગીરી સામે ગુજરાત સહિત દેશભરના ખેડૂતો એક થયા હતા.ભારતીય કિસાન સંઘ,સ્વદેશી જાગરણ મંચ સહિતની અનેક સંસ્થાઓ અને સંગઠનો ખેડૂતોના પડખ આવી ગઈ હતી અને સરકાર ઉપર પણ દબાણ ઉભુ કરવામાં આવ્યુ હતુ. ખેડૂતોનો રોષ જોતાં રાજ્ય સરકારે પણ આ કેસમાં ખેડૂતોના પક્ષકાર બનવાની ખાત્રી આપી હતી. બીજી તરફ ખેડૂતો ઉપર કરજામાં આવેલ કેસ ખોટા હોવાનુ જણાવી જો આ કેસ પરત ખેંચવામાં નહી આવે તો દેશભરમાં વિરોધ કરવાની પેપ્સીકોની તમામ પ્રોડક્ટરસના બહિષ્કારની અને ગામેગામ આ પ્રોડક્ટસની હોળી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

એક તરફ દેશભરના ખેડૂતોમાં આ માલે રોષ ભભૂકી ઉઠયો હતો. ત્યાં પેપ્સીકો કંપનીએ કેટલીક શરતોને આધિન ખેડૂતો સાથે કોર્ટ બહાર સમાધાનની વાત કરી હતી. આ પ્રસ્તાવ અંગે ખેડૂતોએ કોર્ટ પાસે સમયની માંગણી કરી કરતાં વધુ સુનવણી ૧ર જૂનના રોજ રાખવામાં આવી હતી. પરંતુ ખેડૂતો એફ.સી-પ પ્રકારના બટાકાનુ વાવેતર કરે અને તે માલ કંપનીને જ પરત આપે તેવી કંપનીની ફોર્મ્યુલાનો ખેડૂતો અને સંગઠનોએ વિરોધ કરી આ ખેડૂતના હક્ક ઉપર તરાપ હોવાનુ જણાવી દીધુ હતુ.

તજજ્ઞાોએ મત વ્યકત કર્યો હતો કે ભારત સરકારના પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ એક્ટ-ર૦૦૧ની કલમ ૩૯(૧)(૪)માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે આ કાયદાની તમામ જોગવાઈઓની ઉપરવટ કોઈ પણ આ કાયદાના અમલ અગાઉ ખેડૂત જે રીતે કરતો હતો તેમ નોંધાયેલ જાતના બીજ સમેતની ખેત-પેદાશોને બચાવી, વાવી, ફેરરોપણી, અદલ-બદલ, વહેંચણી કે વેચાણ કરી શકે છે. માત્ર ખેડૂત નોંધાયેલ જાતનુ બીજ બ્રાંડીંગ કરીને વેચી ન શકે તેવી કાયદામાં જોગવાઈ હોય કંપનીએ કરેલ કેસ જ ખોટો હોવાનુ જણાવી ગુજરાત સરકાર અને ભારત સરકારને લેખિત રજુઆતો કરવામાં આવીહતી. આખરે પેપ્સીકો કંપનીને દેશભરના ખેડૂતોના રોષ સામે ઝુકવુ પડયુ હતુ અને અમદાવાદની કોર્ટમાં કરાયેલ કોપી રાઈટ ભંગના ખેડૂતો સામેના કેસ પરત ખેચ્યા હતા. કંપનીએ કેસ પરત ખેંચતાં જ ખેડૂતોએ આનંદ વ્યકત કર્યો હતો અને દેશભરના ખેડૂતોની આ જીત હોવાનુ જણાવ્યુ હતુ.


Share post