September 21, 2021

હજારો રૂપિયાના બ્રાન્ડેડ કપડા બનવા પાછળના સાચા ભાવ જાણીને લાગશે નવાઈ. જાણો વધુ

Share post

આજકાલ લોકો બ્રાન્ડેડ કપડા જ પહેરવાના વધુ પસંદ કરતા હોઈ છે. લોકો હજારો રૂપિયા આપીને પણ તેના બ્રાંડ ના કપડા પહેરવાનો શોખ પૂરો કરે છે પરંતુ શું તમે જાણો છો બાંગ્લાદેશ ની બજાર માં એ જ કપડા સાવ સસ્તી કીમત માં તૈયાર થાય છે. જો બ્રાન્ડ જાણીતી અને વૈશ્વિક હોય તો તેના ટીશર્ટની કિંમ ઓછામાં ઓછા રૂ.૩ થી ૪ હજાર આસપાસ હોય છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે તમે જે બ્રાન્ડની કિંમતના ટીશર્ટ ખરીદો છો તેની ખરેખર ઉત્પાદન કિંમત કેટલી હોઇ શકે ? તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એની હકીકતમાં કિંમત વધીને રૂ.૧૦૦ થી ૩૦૦ જ હોય છે.

જી હા આ વાત બિલકુલ સત્ય છે. દુનિયાભરની જાણીતી વસ્ત્રોની બ્રાન્ડ જે વસ્ત્રો બનાવે છે તે દરેક ના વસ્ત્રો હાલમાં બાંગ્લાદેશમાં જ બનાવવામાં આવી રહયા છે. એ જેટલી ઓછી કિંમતે વસ્ત્રો બનાવે છે એટલી સસ્તી કિંમતે ચીન પણ બનાવી શકતો નથી.

આ ઉદ્યોગે ચીનને પણ પાછળ રાખી દીધો છે.અહીં લગભગ પપ૦૦ ફેકટરીઓમાં રોજના ૧.રપ લાખ ટીશર્ટ બને છે.આ ફેકટરીઓ ઢાકા, ચટગાવ અને આસપાસના વિસ્તારોમાં આવેલી છે.

જાણો દરેક શર્ટ ઉપર કારીગરને મળે છે આટલા રૂપિયા –

બાંગ્લાદેશમાં કારીગરની મજુરી સૌથી સસ્તી છે અને અહીંનું ફીનીશીંગ, ગુણવતા ખુબ જ સરસ છે. જો કે એક વાત અલગ છે કે દૂનિયાભરમાં હજારોની કિંમતે મળતા વસ્ત્રોમાં અહીંના મજુરને વસ્ત્ર દીઠ એક કે બે રૂપિયા જ મળતા હોય છે. યુરોપની સૌથી મોટા રેડીમેઇડ રીટેલઇર એચ એન્ડ એમ એટલે કે હંસ એન્ડ મૌરીટઝનું અડધાથી વધુ કામ અહી કરવામાં આવે છે. હાલના સમયમાં દુનિયાના સૌથી મોટા રીટેઇલ બ્રાન્ડ વોલમમાર્ટ, યુકેની પ્રતિષ્ઠીત બ્રાન્ડ પ્રાઇમર્ક, ઇટાલીયન બ્રાન્ડ રાલ્ફ લૌરેને પણ અહી પોતાનો ઓર્ડર સતત વધારી રહયા છે.

૩૦ વર્ષ પહેલા કરી હતી શરૂઆત –

૧૯૭૮માં પહેલી વખત બાંગ્લાદેશના રેડીમેડટ ઉદ્યોગના જનક કહેવાતા નુરૂલ કાદર ખાને ૧૩૦ યુવાનોને તાલીમ માટે દક્ષિણ કોરીયા મોકલ્યા હતા ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે આ ઉદ્યોગ આટલો મોટો બનશે અને દેશની તકદીર બદલી નાખશે. આ તાલીમીઓ પરત આવ્યા ત્યારે દેશની પ્રથમ વસ્ત્ર ફેકટરી શરૂ કરવામાં આવી હતી અને બહારના કામો પણ લેવા લાગ્યા અને બાદમાં તો વધુને વધુ ફેકટરીઓ સ્થપાતી ગઇ અને ત્યારથી આ ઉદ્યોગે પાછું વાળીને જોયું જ નથી.

કેટલો આવે છે ખર્ચ ? –

બાંગ્લાદેશમાં ઉમદા કોટનથી બનતા ટીશર્ટ બનાવવાની વસ્તુ,મજુરી, ટાન્સપોર્ટેશન, શોરૂમનો ખર્ચ વગેરે સાથે ૧.૬૦ ડોલરથી ૬ ડોલર સુધી આવે છે જેને અલગ અલગ બ્રાન્ડ યુરોપ અને અમેરિકામાં બહૂ ઉંચા ભાવે વેચે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post