September 17, 2021

ગુજરાતના આ ગામમાં થઈ રહી છે સોલાર ખેતી, નહીં કોઈ ડીઝલનો ખર્ચ, નહીં કોઈ દુષ્કાળ પડવાનો ડર

Share post

આપણા દેશમાં વર્ષનાં 365 દિવસો માંથી લગભગ 300 દિવસ સૂર્ય ચમકતો રહે છે. જેને ઊર્જાના સંદર્ભમાં જોવામાં આવે તો આટલા દિવસોમાં માત્ર સૂર્યની કિરણો માંથી ભારત લગભગ 5 ખરબ કિલો વોટ ઉર્જા ઉત્પન્ન કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. ભારતમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરવા અને તેના ઉપયોગની ક્ષમતા ને જોતા પાછલાં થોડાક વર્ષોથી સૌરઊર્જા ક્ષેત્રમાં ખૂબ કાર્ય શરૂ થયા છે. આજે ભારતમાં લગભગ ૧૫ રાજ્યોમાં સોલર ઉર્જા ની પોલિસી બની ગઈ છે. સૌ પ્રથમ વર્ષ 2009માં આપણા ગૌરવવંતા ગુજરાતમાં પોતાની સોલર પોલિસી જાહેર કરી હતી.

ગુજરાતની સોલર પોલિસી કેટલાય રાજ્યો માટે મોડેલ બની અને હવે ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં ગામના ખેડૂતો દેશના અન્ય તમામ ગામડાઓ અને કિસાનો માટે સૌર ઉર્જા નો સાચો ઉપયોગ કરવા માટે એક અનોખો મોડલ બન્યું છે. ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું ઠુંડી ગામ વિશ્વનું સૌથી પહેલું સૌર સિંચાઈ સહકારી મંડળી બનાવવામાં આવી છે. આ મંડળીનું નામ ‘ઠુંડી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી’ રાખવામાં આવ્યું છે.

વર્ષ 2016માં ઠંડી ગામના છ ખેડૂતોએ મળીને આ મંડળી નું નિર્માણ કર્યું અને આ મંડળીમાં આજે નવ ખેડૂતો જોડાયેલા છે. આ સહકારી મંડળી ને આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થા ની મદદથી શરૂ કરવામાં આવેલ છે.

આ તમામ નવ ખેડૂતો એ પોતાના ખેતરોમાં આઠ થી લઈને 10.8 કિલોવોટ સુધીના સોલાર પેનલ અને પંપ લગાવેલ છે. સોલાર પંપ ની મદદથી ખેડૂતો સમય અનુસાર પોતાના ખેતરોની સિંચાઈ કરી શકે છે અને સિંચાઈ બાદ પોતાના ખેતરમાં લાગેલી સોલાર પેનલથી જે વીજળી ઉત્પાદિત થાય છે તેને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ને વેચાણથી આપે છે.

મંડળીના સેક્રેટરી પ્રવીણ પરમાર કહે છે કે સોલર ઉર્જા ના સાચા ઉપયોગથી હવે ખેડૂતો અને પહેલાથી વધુ ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતોને હવે સિંચાઈ માટે ડીઝલ વાળા પંપની જરૂર પડતી નથી. સાથે સાથે ડીઝલ વાળા પંપમાં ખર્ચો પણ બચે છે. સૌર ઉર્જા ઉપયોગમાં આવવાથી હવે ખેતીના ખર્ચમાં પણ ખૂબ જ ઘટાડો થયો છે. અને કંપની અમારી પાસેથી વીજળી ખરીદે છે જેનાથી લગભગ અમને પ્રતિ યુનિટ સાત રૂપિયા દર મહિને મળી રહ્યા છે. જેના કારણે હવે ખેડૂતોને ખેતરમાં પાક ની સાથે વીજળીની ખેતીની પણ આવક થઈ રહી છે.

વર્ષ 2016માં ગુજરાતના આણંદ સ્થિત આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેનો મુખ્ય સેન્ટર કોલંબોમાં છે અને ભારતમાં આ સંસ્થાના બે કેન્દ્ર છે એક દિલ્હીમાં અને બીજું આણંદમાં. આ સંસ્થાનું મુખ્ય કામ કૃષિક્ષેત્રમાં જળ પ્રબંધન અને ભૂગર્ભજળ ના ઘટતા સ્તર પર સંશોધન કરવાનું છે. સંશોધન કર્યા બાદ આવા નવીન પ્રોજેક્ટ લાગુ કરીને ખેડૂતોને લાભ પહોંચાડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. જેનાથી પાણી પણ બચાવી શકાય અને ખેડૂતોને લાભ પણ મળી શકે.

આંતરરાષ્ટ્રીય પ્રબંધન સંસ્થા આણંદ માં કાર્યરત કલાકાર રાહુલ રાઠોડ જણાવે છે કે અમને સંશોધનમાં જાણવા મળ્યું કે ખેડૂતો ખેતીમાં જરૂરતથી વધુ જળનો ઉપયોગ કરે છે. જેના કારણે તેમને માત્ર ત્રણ કલાક પાણી કાઢવાને બદલે ચારથી પાંચ કલાક પમ્પ ચલાવો પડતો હોય છે. જેના કારણે પાણીનો વ્યય થાય છે અને ભૂગર્ભ જળનું સ્તર નીચું જાય છે.

આ ખેડૂતોને ધીમે-ધીમે નફો થવા લાગ્યો, ત્યારે ખેડૂતોના ખેતરમાં પાકની સાથે સાથે ઊર્જા પણ ઉત્પાદિત થવા લાગે એનાથી પ્રભાવિત થઈને આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાએ આર્થિક મદદ કરીને સહકારી મંડળી સાથે ગુજરાત વિદ્યુત બોર્ડ સાથે સંકલન કરીને એગ્રીમેન્ટ બનાવી આપ્યું. જેનાથી આ ખેડૂતો સરળતાથી પોતાની વીજળી વેચી શકે અને કમાણી કરી શકે.


Share post