September 18, 2021

ધાનના કુંવળ(કાપણી બાદ વધતો ભાગ)ને બાળવાને બદલે તેમાંથી બનાવો ગુણવત્તાસભર ખાતર, વાંચો રીત

Share post

આપણા દેશમાં ખેતી માટે વપરાતા ખાતરનું ઉત્પાદન દિન-પ્રતિદિન વધી રહ્યું છે, સાથે સાથે ખાતર ના ભાવ પણ આસમાને આંબી રહ્યા છે. દેશનો ખેડૂત દેવા હેઠળ દબાઈ રહ્યો છે. મોંઘા ખાતર મોંઘા બીજ ની સામે યોગ્ય વળતર નથી મળી રહ્યું. ત્યારે આજે ખેડૂત મિત્રોને અમે ખાતર ના ખર્ચે થી બચવાનો એક ખૂબ જ સરળ અને સારો રસ્તો બતાવીશું. તે પહેલા આપણા દેશના ખાતર ઉત્પાદન ના વધી રહેલા આંકડા સામે નજર કરીએ હજાર 1950-51માં અનાજનું ઉત્પાદન 50825 ટન હતું. જે વર્ષ 2014 15 257.07 મિલિયન ટન રહ્યું. ના દેશે 2025 સુધીમાં હાલની પરિસ્થિતિએ લગભગ 50 ટકા વધુ અનાજનું ઉત્પાદન કરવું પડશે.

ખાવાના અન્ન ઉત્પાદનની વૃદ્ધિની સાથે-સાથે ખેડૂતોને અનાજમાં પોષક તત્વો નું પ્રમાણ પણ જાળવી રાખવું પડે તે માટે વિવિધ ખાતરોનો ઉપયોગ કરતા રહે છે. હાલમાં મળી રહેલા ખાતર થી અન્ન ઉત્પાદનમાં યોગ્ય પોષક તત્વો નથી રહ્યા, ત્યારે ખેડૂતોએ હવે જૈવિક ખાતર નો ઉપયોગ કરીને આ ઘટ પૂરી કરવી પડશે તે સમય આવી ગયો છે.

અનાજનું કુંવળ ઢોર ના અવશેષ છાણ વાસીદા વગેરેથી બનતા ખાતર યોગ્ય આપૂર્તિ કરી શકે છે. પરંતુ ખેડૂતો અને આ ખાતર બનાવવાનું યોગ્ય જ્ઞાન નથી તેથી ખેડૂતોને તૈયાર ખાતરોનો જ ઉપયોગ કરવો પડે છે પરંતુ આજે અમે આ ચિંતામાંથી તમને આઝાદ કરી દઈશું.. આ માહિતી તમેં તમામ ખડૂત મિત્ર સુધી પહોંચાડીને અમારા કાર્યમાં મદદરૂપ થશો.

ભારતના ખેડૂતો હમેશા પાકની કાપણી બાદ તરત જ બીજો પાક લેવા માટે ખેતર માં વધેલા કુંવળ ને આગ લગાવી દેતા હોય છે. પરંતુ ખેડૂતોની આ ભૂલને કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે સાથે સાથે જમીનની ગુણવત્તા ને પણ નુકસાન પહોંચે છે. પરંતુ જો ખેડૂત આજનો યોગ્ય ઉપયોગ કરે તો ખેડૂતોને ફાયદો જ ફાયદો થઈ શકે છે.

કુવળ નું ખાતર બનાવવા માટે પાકની કાપણી બાદ વધેલા સાંઠીકડા ને બાળવાને બદલે નાના નાના ટુકડાઓમાં કાપી લેવા જોઇએ। અને તેને એક રાત પાણીમાં પલાળીને મૂકી દેવા. ત્યારબાદ આ પાણીને નિતારી લઈ ને છ મીટર લાંબી 2 મીટર પહોળી અને દોઢ મીટર ઊંડો ખાડો બનાવીને આ ખાડામાં પલાળેલા અવશેષો નું એક થર કરવું. તેની ઉપર ગોબર નુ સ્તર કરવું ત્યારબાદ આવી જ રીતે બીજા બે સ્તર બનાવીને કુલ ૩ સ્તર બનાવીને ઉપર લીપણ કરી કરી દેવું.

ત્યારબાદ પંદર દિવસ સુધી નિયમિત પાણી છાંટીને આ કમ્પોસ્ટ ને સડવા દેવુ. વધુમાં વધુ આ ખાતર બનવામાં ચાર મહિના લાગી શકે છે. ખાતર બનાવવા ની ગતિ વધારવા માટે સો કિલો ખાતર ના જથ્થા માં 50 ગ્રામ ટ્રાયકોડર્મા નાખી શકાય છે. જેથી માત્ર 30 દિવસમાં જ આ ખાતર બનીને તૈયાર થઇ જાય. પરંતુ અમે ખેડૂત મિત્રોને ચાર મહિના સુધી રાહ જોઇને કુદરતી રીતે જ આ કમ્પોસ્ટ ખાતર બનવાની રાહ જોવાનું સુચન કરીશું.

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો. અને તમામ અપડેટ્સ મેળવતા રહો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post