September 23, 2021

જુઓ એવું તો શું કર્યું પાલભાઇ આંબલિયાએ કે આખી સરકાર હલી ગઈ! ખેડુતના દીકરા તરીકે વધારેમાં વધારે શેર કરજો

Share post

એક તરફ, લોકસભાની ચૂંટણી પ્રચાર વેગીલો બની રહ્યો છે ત્યારે બીજી તરફ, કોંગ્રેસે ખેડૂતોના પાક વિમાને મુદ્દે ભાજપ સરકાર સામે બાંયો ખેંચી છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ સોમવારની મોડી સાંજથી ગાંધીનગર સ્થિત કૃષિભવનમાં ધરણાં કર્યા હતાં. એટલુ જ નહીં, ધારાસભ્યોએ કૃષિભવનમાં રાત ગુજારી હતી. જોકે, કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો મચાવતા અધિકારીઓ કૃષિભવનમાં ફરક્યા જ ન હતાં.

સોમવારે મોડી સાંજે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા , ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ઋત્વિક મકવાણા કૃષિભવનમાં પહોંચ્યા હતાં. ખેડૂતોને પાકવિમો ચૂકવવામાં સરકાર ઠાગાઠૈયા કરી રહી છે. વિમા એજન્સીઓ ખેડૂતો પાસેથી ફરજિયાત પ્રિમિયમ લે છે પણ પાકવિમો આપતી નથી ખેડૂતોને પાકવિમો આપો તેવી માંગ સાથે કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યોએ કૃષિભવનમાં અડિંગા જમાવ્યા હતાં. કૃષિભવનમાં ધારાસભ્યોએ મોડી સાંજે બાજરાનો રોટલો , ડુંગળી ખાઇને રાત ગુજારી હતી.

૨૪ કલાકના ધરણાં બાદ પણ સરકાર તરફથી કોઇ પ્રત્યુતર મળ્યો ન હતો. ખેડૂતોને પાકવિમો આપવા અંગે સરકારે કોઇ ખાતરી સુધ્ધાં આપી નહીં. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ સવારે કૃષિભવન પહોંચ્યા હતાં અને ધરણાંમાં જોડાયા હતાં. તેમણે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો હતોકે, ખેડૂતોના હામી હોવાનો દાવો કરનાર ભાજપ સરકાર પાકવિમો ચૂકવતી નથી. સરકારે ક્રોપકટિંગના આંડકા જાહેર કરવા જોઇએ. કયા જિલ્લામાં કેટવો પાકવિમો ચૂકવાયો છે તે જાહેર કરવુ જોઇએ. સરકારે ખાનગી વિમા એજન્સીઓને કમાણી કરવાનો કારસો રચ્યો છે.

રાજ્યના ખેતી નિયામકશ્રીની કચેરીમાં ધરણાં, રાત્રી ભોજન, રાતવાસો અને સવારનું શિરામણ પણ એમની જ ઓફિસમાં….. ઇતિહાસની પહેલી ઘટના

કોંગ્રેસે પાકવિમાના મુદ્દાને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી મુદ્દો બનાવવા પણ નક્કી કર્યુ છે. કોંગ્રસ આ મામલે રાજ્યપાલને રજૂઆત કરશે. આ ઉપરાંત હાઇકોર્ટમાં ય કાનૂની લડત લડવા તૈયારી કરાઇ છે.

પ્રધાનમંત્રી પાક વિમા યોજના હેઠળ ખેડૂતોને લોન સાથે ફરજીયાત અપાતો પાક વીમો મરજીયાત કરવાની માગણી કરતી જાહેર હિતની અરજીનો હાઇકોર્ટે નિકાલ કરી અરજદાર ખેડૂતોને સંબંધિત સત્તાક્ષેત્ર સમક્ષ રજૂઆત કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત સરકારને પણ ખેડૂતોની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

અરજદારોની રજૂઆત હતી કે લોન સાથે ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ફરજીયાત વીમો આપવામાં આવે છે ઉપરાંત ચૂકરણીનો કોઇ રસીદ પણ આપવામાં આવતી નથી. પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂત વીમાની રકમનો દાવો કરે તો કંપનીઓ એવા નિયમો દર્શાવે છે કે ખેડૂતે જે પાકની વાવણી કરી હતી તેનો સમાવેશ વીમાની નીતિ હેઠળ થતો નથી. વીમા કંપનીઓ આવી રીતે ગેરકાયદે રીતે ખેડૂતોની ઇચ્છા વિરૂધ્ધ પાકવીમો વસૂલતી હોવાનો આક્ષેપ અરજદારનો છે.

હાઇકોર્ટે અરજદારોને આ અંગે સંબંધિત સત્તાક્ષેત્ર સમક્ષ રજૂઆત કરવા આદેશ કરી રિટનો નિકાલ કર્યો છે. ઉપરાંત એમ પણ નોંધ્યુ છે કે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોની ભાગીદારીથી નિષ્ફળતા અને ક્લેઇમની રકમનૂું મૂલ્યાંકન કરવામાં આવે તો બન્ને પક્ષોને સુખદ સમાધાન મળી શકે તેમ છે. ઉપરાંત તંત્રએ પણ ખેડૂતોના પ્રતિનિધિઓની રજૂઆત સાંભળી ફરજીયાત પાક વીમો આપવાની નીતિ અંગે યોગ્ય નિર્ણય કરવો જોઇએ.


Share post