September 23, 2021

માનતા પુરી થતા ઔરંગઝેબે મુસ્લિમ કારીગરો પાસે બનાવડાવ્યા હતા આ બધા હિન્દૂ મંદિર

Share post

મિત્રો તમે સૌ જાણતા જ હશો મુગલ શાસક ઔરંગઝેબ દ્વારા દેશના હિન્દુ મંદિરો ને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યો હતો. ઘાતકી શાસક તરીકે પંકાયેલા ઔરંગઝેબે દેશભરમાં અનેક હિન્દુ મંદિરો તોડયા હતા. જેમાં વૃંદાવન મથુરાનું વિશ્વ પ્રસિદ્ધ પ્રેમ મંદિર પણ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આજ ઔરંગઝેબે હિંદુ ધર્મ નથી ડરીને અને શ્રદ્ધા છે મંદિર પણ બનાવ્યા છે. ચોંકી ગયા ને? પરંતુ આ હકીકત છે. અમે આજે તમને ઔરંગઝેબ દ્વારા બનાવવામાં આવેલા મંદિરો વિશેની જાણકારી આપીશું.

ઉત્તરાખંડમાં કાશીપુર માં આવેલું ચૈત્રી મંદિર મુગલ શાસક ઔરંગઝેબ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ સાથે ઔરંગઝેબે આ મંદિરમાં મેળો પણ શરૂ કરાવ્યો હતો. આ મંદિર બનાવવા પાછળનું કારણ ઔરંગઝેબનો સ્વાર્થ જ હતો ઇતિહાસકારો જણાવે છે કે, ઓરંગઝેબ ની બહેન ની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે અમુક સલાહકારો દ્વારા તેને કાશીપુર સ્થિત એક મઠ ની માનતા માનવામાં આવે તેવી સલાહ આપી હતી. ઔરંગઝેબે આ સલાહ માની ને માનતા માની હતી કે જો તેની બહેનની તબિયત સારી થઈ જશે. તો તે આ મને મંદિરમાં નિર્માણ કરી આપશે અને ખરેખર તેની બહેનની તબિયત સારી થઈ ગઈ, અને ઔરંગઝેબે પોતાની માનતા અનુસાર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

ઉજ્જૈની શક્તિપીઠ ના નામથી સુપ્રસિદ્ધ ભગવતી બાળ સુંદરીના આ મંદિરને શક્તિપીઠ પણ માનવામાં આવે છે. અમર ઉજાલા માં છપાયેલી ખબર અનુસાર મંદિરના મુખ્ય સેવક ગોપાલે જણાવ્યું કે, પૌરાણિક માન્યતા અનુસાર જ્યાં જ્યાં સતી ભગવતીના અંગ પડ્યા હતા. તે તે સ્થળ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. બાલ સુંદરીનું આ મંદિર પણ એ જ શક્તિપીઠ માનું એક છે.

આ સિવાય પણ ઔરંગઝેબે ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ માં એક ભવ્ય મંદિર બનાવ્યું હતું. આજથી 333 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં ભવ્ય બાલાજી મંદિર બનાવડાવ્યું હતું. આ સિવાય આ મંદિરના ખર્ચ માટે ધનની આ સુવિધા પણ ઔરંગઝેબે જ આપી હતી. આસપાસના આઠ ગામડાની 330 વીઘા જમીન અને રાજકોષ માંથી દરરોજ એક ચાંદીનો સિક્કો આપવાનું ફરમાન ઓરંગઝેબે કર્યું હતું. બાદશાહ ઔરંગઝેબ દ્વારા કરાયેલા આ ફરમાનની નકલ આજે પણ આ મંદિરમાં પ્રદર્શનમાં મોજુદ છે. આ ફળમાં તાંબાના પત્ર પર કરવામાં આવ્યું હોવાથી હજુ પણ અકબંધ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post