September 18, 2021

શરીર પર થતા સફેદ દાગ ના કારણો અને આયુર્વેદિક ઉપચાર

Share post

ફળ સાથે દૂધ લેવાની પ્રથા આજકાલ એક ફેશન અને સભ્યતાની નિશાની થતી જાય છે .ફ્રુટ સલાડ, મિલ્ક-શેક, ફૂટ આઈસક્રીમ આ બધામાં ફળો સાથે દૂધનું સંયોજન થાય છે અને તે આર્યુવેદની દ્રષ્ટીએ સફેદ દાગ જન્માવતું એક અગત્યનું કારણ છે. આપણા જમણવારમાં અને ભોજન સમારંભોમાં, રોજિંદી રસોઈમાં ,ક્યાંકને ક્યાંક તો વિરુદ્ધ આહાર જોવા મળે છે .જમણવારમાં દૂધપાક કે બાસુંદી સાથે અમુક વાર કઢી-ભાત ,ખમણ ,સેન્ડવીચ ઢોકળાં, ખાંડવી કે ખાતી ચટણી સાથે નું કોઈ ફરસાણ તો હશે જ .આયુર્વેદની દ્રષ્ટિએ આ જાતનો વિરુદ્ધ આહાર માત્ર સફેદ દાગનું નહીં ,પણ અન્ય અનેક રોગોનું પણ કારણ છે . ડુંગળી સાથે દુધ ,મૂળા અને દૂધ, ગાજર સાથે દૂધ ,લસણ અને દૂધ અથવા તો કોઈ પણ પ્રકારની ખટાશ સાથે દૂધ લેવાથી વિરુદ્ધ આહાર બને છે .અને આવો વિરુદ્ધ આહાર કોઈ જાતના શરીરમાં સમય જતાં સફેદ દાગનાબીજ રોપી શકે છે.

ખાદ્ય પદાર્થોમાં વધુ પડતું મીઠું ,રોજ-રોજ ખાવતું દહીં, મૂળા ,કેળા ,ટમેટા ,ગોળ ,વધુ પડતા ફરસાણ અને આથો આવેલા પદાર્થ સફેદ દાગનું નિમિત બને છે .જે લોકો આગળનું ખાધેલું પૂરુ પચ્યુંં ન હોય તે પહેલા ખાઇ, ઉજાગરા કરે ,મોડે સુધી ઊંઘી રેહે,બપોરે જમીને સુઈ જાય,મળ મૂત્ર,ઊલટી, ઊંઘ વગેરેના વેગને રોકી રાખે ,પોતાની ચામડી ને અનુકૂળ ન હોય છતાં સિન્થેટિક કપડાં પહેરે ,તાપમાનથી આવીને તરત ઠંડું પાણી પીવે કે સ્નાન કરે ,એરકન્ડિશન માંથી તડકામાં, તડકામાંથી એર કંડીશન માં અવરજવર કરે ,ઠંડા પીણાં કે આઈસ્ક્રીમ પર તરત ગરમાગરમ ચા પીવી આ પ્રકારના વ્યતિક્રમ ચામડીને બગાડી સફેદ ડાઘ જેવા રોગોને નોતરે છે. જે લોકોને કૃમિ હોય, કાયમી કબજિયાત રહેતી હોય અને પાચનતંત્ર બગડેલું હોય તેને પણ ચામડીના રોગો થઇ શકે છે.

આયુર્વેદિક ઉપચાર: શરીરના કોઈ પણ ભાગમાં સફેદ ડાઘ દેખાય કે તરત જ જો એની મૂળગામી સારવાર કરવામાં આવે તો અવશ્ય મટે છે .ખદિર એટલે કે ખેરને ચામડીના તમામ રોગોમાં શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવ્યું છે.આ સિવાય ખેર છાલનો ઉકાળો કરી સવાર-સાંજ પીઓ .શક્ય હોય તો તમે આખો દિવસ પાણીને બદલે પીવા માટે પણ ખદીર ઉપયોગ કરો સ્નાન પણ ખદિર જળથી જ કરી શકાય તો સારૂ. ખેરની જેમ સફેદ ડાઘ માટે બીજું એક અગત્યનું દ્રવ્ય છે બાવચી. સાત દાણા થી શરૂ કરી રોજ એક દાણો વધારતા જઈને 21 દાણા સુધી પહોંચો એ જ રીતે 21 માંથી રોજ એક-એક દાણો ઓછો કરતા જઈને ફરી પાછા સાત દાણા પર આવી જ વું.આ રીતે એક મહિના સુધી બાવચી ના દાણા ગળવા અને રોગ માટે ત્યાં સુધી આ ક્રમ ચાલુ રાખવો.બાવચીમાં સમાન ભાગે કાળા તલ મેળવી બરાબર ખાડી તેમાંથી બે ચમચી સવાર સાંજ નરણા કોઠે ફાકી જવું. શાસ્ત્રો કારોનું કથન છે કે એકાદ વર્ષ આ પ્રયોગ ચાલુ રાખવાથી સફેદ ડાગ અવશ્ય મટે છે.

બાવચી ના ચૂર્ણ થી ૪ ગણું ઉમરાની અંતરછાલનું ચૂંણ લય મેળવી સવાર-સાંજ ફાકી લઈ ઉપર સાધુ પાણી કે ખદિર જળ પીવું.આ પ્રયોગ દરમિયાન માત્ર મીઠા વગરના બાફેલા મગ ખાવા .બાવચીનુ તેલ સફેદ ડાઘા પર લગાવી પંદર વીસ મિનીટ તડકામાં બેસવું. ભિલામાંનું ઘી પણ સફેદ ડાઘ ના દર્દી માટે ઉત્તમ છે. આ ઉપરાંત રોજ સવારે એક કપ ગૌમુત્ર અથવા શિવામ્બુ પીવાથી પણ લાભ થાય છે .લીમડાનો રસ અથવા તો ગળાનો રસ કાઢીને પણ પી શકાય છે.

પરેજી:

પરેજી વિના આ રોગ મટતો નથી. મીઠું ,દહીં, ગોળ, કેળા ,ટમેટા ,લીંબુ, તમામ ફળ ,તમામ જાતની મીઠાઈ, આથો આવીને તૈયાર થતી હોય તેવી તમામ વાનગીઓ, હાંડવો ,ઢોકળા, ખમણ ,બ્રેડ, પાઉં, ઇડલી, ઢોસા, ઉત્તાપમ,દહીવડા તથા આમલી, આઈસક્રીમ ,શીખંડ ,મગફળી ,અડદ,આથાણા ,તળેલા પદાર્થ, દિવસની ઊંઘ ,રાત્રી જાગરણ વગેરે અવશ્ય છોડવુંજોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post