September 17, 2021

મંદ પાચન શક્તિ વાળાએ શું કરવું? તેના માટેના ઉપાયો

Share post

ઉનાળમાં એટલે કે ગરમીના દિવસોમાં જઠરાગ્નિ મંદ જોવા મળે છે. ગરમીમાં ઠંડા પીણાઓ વધારે પીવાથી જઠરાગ્નિ મંદ થાય છે. જઠરાગ્નિ વાળાને ભારે ખોરાક પચતો નથી અને અતિસાર થાય છે . આ ઉપરાંત સખત ગરમીના લીધે ખાધપદાર્થોમાં ફળો અને શાકભાજી જલ્દી બગડે છે અને બેક્ટેરિયા વિકાસ પામે છે .આવા બગડેલા પદાર્થો ખાવાથી અતિસાર થાય છે .ઝાડા સખત હોય તો ચક્કર આવવા ,સખત નબળાઇ,લો બ્લડ પ્રેશર અને ડીહાઈડ્રેશન થઈ શકે છે.

આર્યુવેદમાં છ પ્રકારના અતિસાર બતાવ્યા છે આપણે ગરમીથી પિત્તથી થતા અતિસાર અંગે રજૂઆત કરીએ છીએ. જેનો જઠરાગ્નિ મંદ હોય એને આ રોગ થવાનો વિશેષ સંભવ રહે છે .ખૂબ જ વાયડો ખોરાક લેવાથી અતિ રુક્ષ પદાર્થો લેવાથી અજીર્ણમાં પણ ભોજન કરવાથી લીધેલો ખોરાક પચ્યા પહેલા ખોરાક લેવાથી દૂષિત પાણી પીવાથી કૃમિ થી સ્થવર ઝેરી પદાર્થ ખાવામાં આવી જવાથી અતિસાર થાય છે.

મંદ પાચન માટેના ઈલાજ

અતિસારનો રોગ વધતા ઓછા પ્રમાણમાં દરેક ઋતુમાં જોવા મળે છે. જરૂર લાગે તો સાકર અને સહેજ લીંબુનું શરબત જરૂરિયાત મુજબ લઈ શકાય .ધાણાનું  પાણી ઠંડુ કરીને આપવું .ધાણા ,બીલું અને કવાથ આપવો અથવા કુંજ ધન વટી બે બે સવાર-સાંજ જરૂર હોય તો વધારે વાપરી શકાય. સાથે બીલાનો ગર્ભ, ઈન્દ્રજવ ,મોથ, વાળો, અતિવિષ સરખે ભાગે લઈ કાવો બનાવી સવાર-સાંજ પીવો.

મોળી છાશ, લીંબુ સરબત, દાડમ, સફરજન વાપરવા ઝાડા મટ્યા પછી તદ્દન હલકા ભોજનથી શરૂઆત કરવી .આ ઉપરાંત બિલાદી ચૂર્ણ, ગંગાધર ચૂર્ણ વસાકા દીક્ષા લઈ શકાય .હાલમાં બજારમાં મળતા ચૂર્ણ કે કવાથ અતિસારના કોઈ કોઈ કેસમાં ખાસ અસરકારક માલુમ પડતા નથી મુખ્ય કારણ એ છે કે કવાથ અને ચૂર્ણ ૬ માસ થી વધારે જુના હોય તો એના મુખ્ય ગુણો છુપાવે છે .એને કારણે જોઈએ એટલો ફાયદો થતો નથી તેથી લોકોને આયુર્વેદમાં અશ્રદ્ધા પેદા થાય છે. કેરી ની ગોટલી નો ગર્ભ અને બિલ ગર્ભનો નો કવાથ બનાવી સવાર-સાંજ મધ અથવા સાકર મેળવી લેવો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post