September 26, 2021

બાળકોના રોગો અને ઉપચારો- જાણો સંપૂર્ણ માહિતી

Share post

મધમાં એક ચમચી પાલખની ભાજીનો રસ મેળવી બાળકને દરરોજ પાવાથી બળવાન બને છે .નાના બાળકોને પાકા ટામેટાનો રસ તાજોતાજો દિવસમાં બે-ત્રણ વાર પીવડાવવાથી બાળકો સ્વચ્છતા, તંદુરસ્ત અને શક્તિવાન બને છે .નબળા ,કંતાઈ ગયેલા બાળકોને દિવસમાં બે-ત્રણ વખત એક ચમચી પાલખની ભાજીનો રસ મધમાં મેળવી રોજ પાવાથી બાળકો હૃષ્ટપુષ્ટ અને સશક્ત બને છ. નાના બાળકોને તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પીવડાવવાથી તેમના હાડકાં ને સ્નાયુઓ મજબૂત થાય છે જલ્દી ચાલતા શીખે છે .બાળકો રાતે ઊંઘમાં પથારીમાં પેશાબ કરતા હોય તો રોજ સવારે અને રાત્રે એક ચમચી તલ ખવડાવવાથી તે રોગ મટે છે. તેમનો દેહ પુષ્ટ બને છે.

ગોળ અને કાંદા બાળકો નિયમિત ખવડાવવાથી તેની ઊંચાઈ ઊંચાઈ વધે છે. બાળકોને ઉધરસ અને શ્વાસની તકલીફ હોય તો ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પાવાથી મટે છે. બાળકોને કાળી ઉધરસ લસણની એક-બે કળી દૂધમાં પકાવી ગાળીને દૂધ પાવાથી તે મટે છે .બાળકોને માતાના દૂધમાં ઊલટી થતી હોય તો ટામેટાનો એક ચમચી રસ દૂધ પીવડાવતા પહેલા પાવાથી મટે છે. બાળકો ને કફ શરદી થઇ હોય તો હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું અને ગોળ નાખી પાવાથી મટે છે. નાગરવેલના પાન અને પર દિવેલ ચોપડી સહેજ ગરમ કરી નાના બાળકની છાતી પર મુકી ગરમ કપડાં થી હળવો શેક કરવાથી તેમનો કફ છૂટો પડે છે.

બાળકની છાતીમાં કફ ભરાઈ ગઈ હોય તો તુલસીના પાનનો રસ મધમાં મેળવીને બે-ત્રણ વખત પાવાથી અને તુલસીના રસને ગરમ કરી છાતી નાક તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત થાય છે. બાળકોને છાશમાં વાવડી નું ચૂર્ણ પાવાથી કરમ મટે છે .બાળકોની મધમાં કાળીજીરીનું ચૂર્ણ ચટાડવાથી પેટના કરમ મટે છે .બાળકોના પેઢા પર હલકા હાથે મધ અને સિંધવ મીઠું મેળવી ધસવાથી બાળકોને સહેલાઈથી દાંત આવે છે. દિવસમાં ચાર વખત ગ્લુકોઝ મેળવેલા પાણીમાં લીંબુ નીચોવી બે ચમચી આપવાથી બાળકને દાંત ખૂબ સરળતાથી આવે છે ને ઝાડા થતા નથી. બાળકોને દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતા હોય તો મકાઈના ડોડા માંથી દાણા કાઢી લીધા પછીના મકાઈના ડોડાને બાળી અને તેની ભૂકી પાણી કે છાશ પીવાથી ઝાડા મટે છે.

બાળક ઉધતુ ન હોય તો એક શેર પાણીને ખૂબ ઉકાળી તેમાં પાંચ તોલા કાંદાનું છીન નાખી ઠડુ થયા બાદ ગાળી તેમાંથી એક ચમચી પાણી લઈ તેમાં પાંચ ટીપા મધ મેળવી પાવાથી તે ઘસઘસાટ ઊંઘે છે. બાળકોને આચકી કે ત્તાણ આવતી હોય તો સફેદ ડુંગળી કચરીને સુંઘાડવાથી મટે છે .નાગરવેલના પાનના રસમાં સુંઠ મેળવી મધ સાથે ચટાડવાથી બાળકોને આફરો કે અપચો મટે છે .બાળકને શરદી ના ઝાડા થતા હોય તો જાયફળને સુંઠને ગાયના ઘીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી માટે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post