September 23, 2021

લંડનની આલીશાન જિંદગી છોડી આ એરહોસ્ટેસ પત્ની ભેંસ દોહે છે, અને ઊંચું ભણેલો પતિ કરે છે પૌષ્ટિક ખેતી

Share post

આજના જમાનામાં લોકોને વિદેશ ફરવા જવાનો અને વિદેશ રહેવાનો શોખ વધુ હોય છે. ત્યારે પોરબંદરના  બેરણ ગામનું મહેર દંપતિ વિદેશ રહેતું હોવા છતાં ત્યાંની હાઈફાઈ લાઈફ સ્ટાઈલ છોડીને પોતાના વતનમાં સ્થાયી થયું છે. તેમના જણાવ્યા મુજબ તેની દોડધામની જિંદગી જંક ફૂડ ખાઈને જીવવા કરતા અહીં કુદરતી વાતાવરણમાં અને પૌષ્ટિક ખોરાક ખાઈ જીંદગી જીવવી વધુ સારી છે. આ દંપતીનો પુત્ર ઓમ પણ વાડી-ખેતરોમાં દરરોજ ૪ થી ૫ કિલોમીટર દોડાદોડી કરે છે. ઘરની ગાય તેમજ ભેંસો ના ચોખ્ખા દૂધ, દહીં, છાશ તેમજ તાજા શાકભાજી અને ફળો ખાય પરિવાર ખૂબ જ હેલ્ધી રહે છે.

પોરબંદર તાલુકાના બેરણ ગામમાં માતા-પિતા સાથે રહી ખેતીવાડી અને પશુપાલન કરતા રામદેવભાઇ વિરમભાઈ ખુટી અને તેમના યુવાન પત્ની ભારતીબેન બન્ને ઇંગ્લેન્ડમાં સારી પોસ્ટ પર હતા. ભારતીબેને પોરબંદરમાં ૧૨ સાયન્સનો અભ્યાસ પૂરો કરી રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એરહોસ્ટેસનો બે વર્ષનો કોર્સ કર્યો હતો. બાદમાં દંપતી 2010માં ઇંગ્લેન્ડ ગયું હતું। જ્યાં રામદેવભાઇ બી.એસસી.ની ડિગ્રી સાથે ઇન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટ માં જોડાયા હતા. જ્યારે તેમના પત્ની વિશ્વના સૌથી મોટા કહેવાતા હિથ્રો એરપોર્ટ માં બ્રિટિશ એરવેઝ માં એરહોસ્ટેસ નો કોર્સ કર્યો હતો.

આદમ પાણીને ત્યાં પુત્રનો જન્મ થયો. ત્યારબાદ તેઓ ને વિચાર આવ્યો કે અહીં ઈંગ્લેંડ કરતાં પણ આપણા ગામમાં ખેતીકામ કરી અને 2018માં બેરણ ગામે આવી ખેતી કામ કરવા લાગ્યા ભારતીબેન ખેતીકામથી અજાણ હોવા છતાં તેમણે બધું કામ શીખી લીધું અને હવે છ ભેંસોને બે ટાઈમ દોહિ લે છે રસોઇ કામ કરે ખેતીકામ કરે અને નવરાશ મળે ત્યારે ઘોડેસવારી પણ.

આ દંપતીએ જણાવ્યું હતું કે અહીં અમારા વૃદ્ધ માતા-પિતાની સેવા કરીએ છીએ અને ખેતીકામ કરીએ છીએ. આ ખેતી કામ ના વીડીયો યૂટ્યુબમાં મૂકિએ ત્યારે ઘણા યુવાનો વિદેશમાંથી પણ અહીં પશુપાલન અને ખેતી કરવા માટે આવે છે. જેમાં ભાવનગર, અમદાવાદ, રાજકોટ વગેરે ગામના યુવાનો અત્યારે વિદેશથી આવી ખેતીકામમાં લાગી ગયેલ છે. હજુ ગણે યુવાનો એવા છે જેમને ઇન્ડિયા આવવાની ઈચ્છા છે અને દેશમાં આવીને ખેતી કરવી છે.

અત્યારના જમાનામાં યુવાનોમાં વિદેશ જવાની ઘેલછા છે. જ્યારે બેરણના યુવાન દંપતિ ઇંગ્લેન્ડમાં સારામાં સારી પોસ્ટ ઉપર હોવા છતાં તેઓ પરિવાર સાથે રહેવા અને ખેતી કામ કરવા માટે વિદેશ છોડીને ભારતમાં આવીને ખેતીકામ અને પશુપાલન કરી સુખેથી જિંદગી જીવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

તમારા એન્ડ્રોઇડ ફોન પર ખેતી વિષયક અને અન્ય  માહિતી મેળવતા રહેવા અમારી એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરશો અને આ પોસ્ટ મિત્રોને પણ શેર કરજો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post