વડોદરાના આ ગામમાં બાળકો સાથે એવી ઘટના સર્જાઈ કે, જોતજોતામાં ભેગું થઇ ગયું આખું ગામ

Share post

રાજ્યમાંથી અવારનવાર અતિભારે વરસાદને કારણે દીવાલ અથવા તો મકાન ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. મકાન ધરાશાયી થતા ઘણા લોકોના દબાઈ જવાથી મોત નીપજતા હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ વડોદરા શહેરમાંથી સામે આવી રહી છે.

રાજ્યમાં આવેલ વડોદરા શહેરના નંદેસરી પાસે દામાપુરા ગામમાં કુલ 2 નાના બાળકોના દીવાલ નીચે દબાઇ જવાથી કરૂણ મોત નિપજ્યાં છે. વર્ષો જૂના મકાનની કુલ 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થઈ જતાં માત્ર 10 તથા 12 વર્ષના એમ કુલ 2 બાળકોના મોત નિપજ્યા છે.

વડોદરાના નંદેસરી નજીક દામાપુરા ગામમાં કુલ 2 પરિવારે એકના એક દીકરા ગુમાવ્યા છે. દામાપુરા ગામના ભાથીજીવાળા વિસ્તારમાં રહેતા કુલ 2 બાળકો દિગ્વિજય પરમાર તથા વિક્રમ પરમાર જેમની ઉંમર લગભગ માત્ર 10 તથા 12 વર્ષ છે. આ બન્ને બાળકો આંગણવાડીમાં આવેલ સરકારી નાસ્તાને લેવા માટે ઘરેથી નીકળ્યા હતા.

આ દરમિયાન રોડ પરના એક વર્ષો જૂના મકાનની કુલ 10 ફૂંટ ઊંચી દીવાલ અચાનક જ ધરાશાયી થઈ જતાં આ બન્ને બાળકો પર પડી હતી. આ દીવાલના કાટમાળમાં બન્ને બાળકો દટાઇ ગયા હતા. બન્ને બાળકોને માથા તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગ્રામજનોએ તાત્કાલિક કાટમાળમાંથી બન્ને બાળકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પટિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ડૉક્ટર દ્વારા બન્ને બાળકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યાં હતા. રમતા રમતા કુલ 2 બાળકોના મોતના કરુણ સમાચારથી સમગ્ર ગામમાં તથા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આની સાથે જ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post