ગુજરાતના આ તાલુકામાં છેલ્લા 2 વર્ષમાં 69 વખત કેનાલમાં ગાબડા પડ્યા, અને સરકારે બધો વાંક ખેડૂતોનો કાઢ્યો.

Share post

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર સરકારે સ્વીકાર્યું હતું કે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 69 વાર કેનાલમાં ગાબડા પડ્યા છે. જોકે ગાબડા પડવા પાછળ સરકારે આની પાછળનું કારણ ખેડૂતોને જ ઠેરવ્યા હતા. ગુજરાત સરકારે જ સ્વીકાર્યું હતું કે ગાબડા પડવાના કારણે અંદાજે 96,178 ઘન મીટર પાણી વહી ગયું છે. ગુજરાત સરકારે વિધાનસભામાં કેનાલમાં ગાબડા પડવા પાછળનું કારણ આપતા જણાવ્યું છેકે, રાત્રીના સમયે પાણીનો ઉપાડ બંધ કરાતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા, ખેડૂતો દ્વારા કેનાલમાં અવરોધ ઉભો કરવો, બિન અધિકૃત રીતે પાણી લેતા અજાણ્યા ઇશમો દ્વારા ગેટ બંધ કરવા કે ખોલાથી કેનાલમાં ગાબડા પડી રહ્યાં છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કામગીરી અંગે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે નર્મદા યોજનાની 458 કિ.મી.ની મુખ્ય નહેરનું કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે યોજનાની 10 હજાર કિ.મી. કેનાલનું કામ બાકી છે. 2730 કિ.મી.ની શાખા નહેરોમાં 101 કિલોમીટર, 4569 કિલોમીટરની વિશાખા નહેરોમાં 196 કિલોમીટર, 15669 કિલોમીટરની પ્રશાખા નહેરોમાં 1579 કિલોમીટર અને 48319 કિલોમીટરની પ્રપ્રશાખા નહેરોમાં 8460 કિલોમીટરનું કામ હજુ બાકી છે.

વિધનસભામાં ચાલી રહેલા બજેટસત્ર દરમિયાન સરકારે કલ્પસર યોજના અંગે જવાબ આપતા દાવો કર્યો છેકે, આ યોજના હજુ જાહેર કરવામાં આવી નથી. 31 ડિસેમ્બરની સ્થિતિએ સરકારે હજુ સુધી આ યોજના જાહેર કરી નથી. છેલ્લા બે વર્ષમાં કલ્પસર યોજનાના અભ્યાસની કામગીરી માટે 61.86 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ માટે  2003માં મંજૂરી આપવામાં આવી હતી. અભ્યાસ પૂર્ણ થયા બાદ કેન્દ્ર-રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ આ યોજનાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.

વિધાનસભામાં જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 10 રાજ્યોમાં વીજળી વેચવામાં આવી છે. આમ કરવા પાછળનું કારણ જણાવતા સરકારે કહ્યું છેકે વીજળીનો સંગ્રહ શક્ય ન હોવાથી અને વીજ મથકોના મહત્તમ ઉપયોગ માટે વીજળી વેચવામાં આવી છે. રાજ્ય સરકારે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, મણિપુરને વીજળી વેચી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post