આ સ્થળે બે મહિલા માખણની આડમાં કરતી હતી દારૂની સપ્લાય, જાણો અહીં

Share post

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ કરવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ બુટલેગરો બેફામ બનીને દારૂની હેરાફેરી કરે છે. ગુજરાતમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે, દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલાઓ કરે છે અને દારૂ ભરેલા વાહનને રોકવાનો પ્રયાસ કરતા પોલીસકર્મી પર પણ વાહન ચડાવી દેવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અલગ અલગ કીમિયાઓ અપનાવતા હોય છે. ક્યારેક પ્રાઈવેટ બસમાં દારૂ લઇ જાય છે, તો ક્યારેક પાઉડર અને દૂધની આડમાં દારૂની સપ્લાય કરે છે. ત્યારે પોલીસ અલગ જ રીતે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતી બે મહિલાની ધરપકડ કરી હતી. બંને મહિલાઓ માખણ ભરેલા ડબ્બામાં દારૂની બોટલો સંતાડીને એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જતી હતી.

એક રીપોર્ટ અનુસાર, ઉના પોલીસ સ્ટેશનના D-સ્ટાફ દ્વારા બાતમીના આધારે ઉનાના દેલવાડા રોડ પરથી ભીમપર અને ખોડિયાર નગરમાં રહેતી બે દેવીપુજક મહિલાઓ પાસેથી માખણ ભરેલા એલ્યુમિનિયમના ડબ્બાઓમાંથી વિદેશી દારૂના 96 જેટલા ક્વાર્ટર કબજે કર્યા હતા. પોલીસે બંને મહિલા બુટલેગરની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી કરી હતી. આ બંને બુટલેગર મહિલાઓના નામ દક્ષા તાજપરિયા અને કાજલ વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે.

માખણની થીકનેશ વધારે હોવાના કારણે આ બંને મહિલાઓએ દારૂની સપ્લાય કરવા માટે માખણનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ એક એલ્યુમિનિયમના ડબ્બામાં દારૂના 180mlના ક્વાર્ટર મુકીને તેની ફરતે પાણી નાખતી હતી અને પછી તેના પર કપડું મુકીને માખણનું થર તૈયાર કરતી હતી. જેના કારણે ડબ્બો ખોલતા તેમાં રહેલા દારૂના ક્વાર્ટરના બદલે માખણ દેખાય અને માખણને બહાર કાઢતા તેમાંથી દારૂના ક્વાર્ટર નીકળે. પરંતુ આ બંને મહિલાઓનો આ નવો કીમિયો પણ સફળ રહ્યો નહીં અને પોલીસને મળેલી બાતમીના કારણે બંને મહિલાઓની દારૂના 96 જેટલા ક્વાર્ટર સાથે અટકાયત કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…