ઈતિહાસનો કાળમુખો વાયરસ: 10 કરોડથી પણ વધુ લોકોએ ગુમાવ્યા જીવ- જાણો વિગતે

હાલ કોરોના વારસને લીધે સમગ્ર દુનિયામાં ભયંકર ડરનો માહોલ બન્યો છે. આ વાયરસનાં કારણે ફક્ત ચીનમાં જ ડિસેમ્બર 2019 થી અત્યાર સુધી 1700થી વધુ લોકોનાં મોત થઇ ચુક્યા છે. આટલું જ નહીં પણ આ વાયરસ અત્યાર સુધીમાં 20 થી વધુ દેશોમાં ફેલાય ચુક્યો છે. આ ઘટના પહેલીવાર નથી થઈ, જ્યારે કોઈ ફલૂ અથવા વાયરસને લીધે લોકોએ આટલા મોટા પાયે પોતાનો જીવ ગુમાવ્યો હોય.
અને ઈતિહાસ પર નજર ફેરવીએ તો વર્ષ 1918 થી 1920ની વચ્ચે સમગ્ર દુનિયામાં એક ફ્લુનાં કારણે ભયાનકતા ફેલાઈ હતી, અને હાહાકાર મચી ગયો હતો. આ ફ્લૂનાં કારણે વિશ્વનાં 10 કરોડથી વધુ લોકોનાં મોત નિપજ્યા હતા. આ આંકડો ઘણો મોટો હતો, અને તે સમયે દવાખાના કે કોઈ હોસ્પિટલણી સુવિધા પણ ન હતી.
સન 1918 માં એક અત્યંત ભયંકર ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો હતો. આ વાયરસનું નામ હતું સ્પેનિશ ફ્લૂ, આ વાયરસ એટલો ખતરનાક હતો કે ફક્ત સયુંક્ત રાજ્ય અમેરિકામાં 6,75,000 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. એટલુંજ નહી 1918નાં ઓક્ટોમ્બર મહિનામાં આ સ્પેનીશ ફ્લૂએ અંદાજી 2,00,000 અમેરીકનોને ભરખી ગયો હતો. આ વાયરસનાં કારણે લોકો એક્ત્રીત થતા નહોતા.
આ ફ્લૂની સૌથી ભયાનક્તા અમેરિકાનાં ફેલાડેલ્ફિયામાં જોવા મળી હતી. જ્યાં આ બિમારીને કારણે દરરોજ 1,000 લોકોની મોત થતી હતી. ફેલાડેલ્ફિયાનાં એક શહેરનાં એક શબગૃહમાં ફક્ત 36 લાશો રાખવાની જગ્યા હતા, પરંતુ 1000 લોકો મૃત્યુ પામ્યા. ફિલાડેલ્ફિયામાં એક શહેરના મોર્ગમાં ફક્ત 36 શબને રાખવાની જગ્યા હતી, પરંતુ આ દરમિયાન 500 જેટલા શબ લાવવામાં આવ્યા હતા,જેના કારણે શવગૃહમાં ભીડ વધી ગઈ હતી. આ માટે પ્રશાસને અસ્થાયી રૂપનાં શબગૃહ બનાવ્યા હતા, જેમાં લાશોને રાખવામાં આવી હતી. આ દરમ્યાન એક સાથે ઘણા લોકોને દફનાવામાં આવતા હતા.
સન 1918ની આ બિમારી માનવ ઈતિહાસની સૌથી ઘાતક જાહેરરોગચાળો માનવામાં આવે છે. આ ફ્લુનાં કારણે દુનિયાભરમાં અંદાજીત 500 મિલિયન લોકો ચેપગ્રસ્ત બન્યા હતા. જે તેસમયની સમગ્ર વિશ્વની ત્રીજા ભાગની વસ્તી હતી. 1918નો ફ્લૂ પ્રથમ યુરોપમાં ફેલાયો ત્યાર પછી ઝડપથી અમેરિકા અને એશિયાનાં ઘણા ભાગોમાં ફેલાયો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……