ખેતરમાં પાક કાપવા ગયેલી 15 વર્ષીય બાળકી સાથે પાંચ લોકોએ એવું કૃત્ય કર્યું કે, માસુમ બાળકીનું શ્વાસ રુંધાતાં થયું કરુણ મોત

થોડાં સમય પહેલાં જ ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસમાંથી બળાત્કારની એક ઘટના સામે આવી હતી. ત્યારબાદ ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં આવેલ બારાબંકીમાં ખેતરમાં પાક કાપવા માટે ગયેલ એક માત્ર 15 વર્ષીય છોકરી પર કુલ 5 લોકોએ ગેંગરેપ કર્યો હતો.
દારૂ પીધા બાદ આરોપીઓએ છોકરી પર ખેતરમાં જ ગેંગરેપ કર્યો હતો. પીડિતા બુમ ન પાડી શકે એની માટે આરોપીઓએ એનું મોં તથા નાક દબાવી રાખ્યા હતા. એને લીધે છોકરીનો શ્વાસ રુંધાઈ જવાથી એનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. છોકરીના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાનાં નિશાન પણ જોવાં મળ્યાં છે.
ગેંગરેપનો ખુલાસો થયા બાદ પોલીસે કલમો વધારી દીધી છે. કુલ 5 શંકાસ્પદ લોકોની ધરપકડ કર્યા બાદ પોલીસ પૂછપરછ કરી રહી છે, જો કે, અત્યાર સુધીમાં કોઈ ખાસ સફળતા મળી નથી. આ ઘટના બાદ સમગ્ર ગામમાં તણાવ જોવા મળ્યો છે. ગુરુવારની સાંજે પીડિતાના પરિવારજનો દ્વારા અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતા.
બુધવારની સાંજે પાક કાપવા માટે ખેતરમાં ગઈ હતી છોકરી :
સતરિખ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ એક ગામમાં રહેતી પીડિતા બુધવારની સાંજે પાકને કાપવા માટે ખેતરમાં ગઈ હતી. ખૂબ લાંબા સમય બાદ એ પાછી ન ફરતાં તો પરિવારના સભ્યોએ શોધખોળની શરૂઆત કરી હતી. રાત્રે છોકરીનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળ આવ્યો હતો.
એના હાથ બાધેલા હતા. છોકરી પર સૌપ્રથમ દુષ્કર્મ તેમજ ત્યારપછી એની હત્યા કરવામાં આવી હોવાનું એનાં મૃતદેહને જોતાં જણાઈ આવતું હતું. આ આરોપીઓ કુલ 1-2 નહિ પરંતુ તેનાથી વધારે હતા. ઘટનાસ્થળ પરથી દારૂની કુલ 3 બોટલો પણ મળી આવી છે.
FIRમાં દુષ્કર્મની કલમો વધારાઈ :
SP આર. એસ. ગૌતમે જણાવતાં કહ્યું હતું કે, બુધવારની મોડી સાંજે સતરિખ પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં આવેલ એક ગામમાં ખેતરમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્કારનો ખુલાસો થયા બાદ FIRમાં હત્યાની ઉપરાંત દુષ્કર્મની કલમો વધારવામાં આવી હતી. આની સાથે જ તપાસ માટે SPની આગેવાનીમાં ટીમની રચના કરવામાં આવી છે. બધાં જ પુરાવા એકત્ર કરવામાં આવશે. એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…