યુવતીને સારી નોકરીની લાલચ મોંઘી પડી, રોજ 15 પુરૂષો કરતા રેપ- ક્લિક કરી વાંચો અહી

Share post

દેશની રાજધાની નવી દિલ્હીના રેડ લાઈટ વિસ્તાર જીબી રોડ (GB Road)માં કામ કરનારી એક મહિલા પાસે જબરદસ્તી દેહ વેપાર (Prostitution)માં ધકેલવાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવનારા એક ગ્રાહકની મદદથી મહિલાને દેહ વેપારના ધંધામાંથી નીકાળવામાં સફળતા મળી છે. પીડિત મહિલાએ જણાવ્યું કે, દરરોજ 15 થી 20 પુરૂષો તેના પર દુષ્કર્મ આચરતા હતા. 27 વર્ષની આ મહિલા મૂળ પશ્ચિમ બંગાળ (West Bengal)ની છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આ પીડિત મહિલા કોલકત્તાની એક મોટી કંપનીમાં કામ કરી રહી હતી, પરંતુ સારી નોકરી અને પોતાના ઉજ્જવળ ભવિષ્યની લાલચ આપીને એક વ્યક્તિ તેને દિલ્હી લઈને આવ્યો હતો. અહીં જબરદસ્તીથી તેને જીબી રોડમાં મોકલી દેવામાં આવી, જ્યાં તેને કોઈ કોઠામાં વેચી દેવામાં આવી હતી.

આ મહિલા પાસે કોઠા નંબર 68માં પરાણે દેહ વેપારનો ધંધો કરાવવામાં આવતા. એક દિવસ એક બંગાળી વ્યક્તિ ગ્રાહક તરીકે આ મહિલા પાસે આવ્યો હતો. પીડિતાએ ગ્રાહક તરીકે આવેલા પુરૂષ પાસે મદદ માંગતા, તે તૈયાર થઈ ગયો હતો. મહિલાએ ગ્રાહને પોતાના ભાઈનો નંબર આપ્યો. જે બાદ તે ગ્રાહક પુરૂષે મહિલાના ભાઈને ફોન કરીને તેની બહેન અંગે જાણકારી આપી હતી. આખરે પોતાની બહેનની ભાળ મળતા તેનો ભાઈ પશ્ચિમ બંગાળથી દિલ્હી આવ્યો અને કસ્ટમર બનીને એજ કોઠા પર પહોંચ્યો, જ્યાં તેની બહેન દેહ વેપારનો ધંધો કરતી હતી.

કોઠા પર પોતાની બહેનને મળ્યા બાદ તેના ભાઈએ દિલ્હીની મહિલા આયોગ પાસે મદદ માંગી હતી. જે બાદ દિલ્હી મહિલા આયોગ અને દિલ્હી પોલીસની (Delhi Police) મદદથી મહિલાને બચાવવામાં આવી હતી. દિલ્હી લાવવા અને જીબી રોડ પર વેચી દેવામાં આવવાના કારણે મહિલા પોતના ઘરવાળાનો સંપર્ક નહતી કરી શકતી. તેના ભાઈએ કોલકત્તામાં તેના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી.

દિલ્હી પોલીસની ટીમે ગત 8 ઓગસ્ટના રોજ મહિલાને દેહ વેપારનાં ધંધામાંથી છોડાવ્યા બાદ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે કોઠાના મેનેજરની ધરપકડ પણ કરી છે. આ પીડિત મહિલાને 8 જૂનના રોજ કોલકત્તાથી દિલ્હી લાવવામાં આવી હતી.


Share post