ખેતરમાંથી કરોડોનો ગાંજો મળી આવતા પોલીસતંત્રમાં મચ્યો હંડકંપ- જાણો વિગતવાર

સમગ્ર દેશમાં દારુ, ગાંજો જેવા દુષણો વધારે પડતાં ફેલાઈ ગયાં હોવાંને લીધે માનવીનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે ત્યારે હાલમાં એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની અત્યાર સુધીની સૌથી મોટી નાર્કોટિક્સ રેડ પાડીને પોલીસ દ્વારા મોટાપાયે ગાંજો પકડી પાડવામાં આવ્યો છે. છોટાઉદેપુર તાલુકામાં આવેલ મીઠીબોર પાસેથી પોલીસ દ્વારા કુલ 1.23 કરોડ રૂપિયાની કિંમતનો લીલો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે.
છોટાઉદેપુર પોલીસ તથા SOGની ટીમ એમ બંનેની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી ખેતરમાં વાવેતર કરવામાં આવેલ કુલ 1233.466 કિલો લીલો ગાંજો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. આની સાથે જ કુલ 2 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ કર્યાં બાદ આગળની જાણકારી સામે આવશે.
બંને આરોપીના કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી:
છોટાઉદેપુર પોલીસ તથા SOGની ટીમને મળેલ બાતમી પ્રમાણે છોટાઉદેપુર તાલુકામાં આવેલ મીઠીબોર ગામ નજીક ખેતરમાં મોટાપાયે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને આધારે છોટાઉદેપુર પોલીસ તથા SOGની ટીમે મળીને મીઠાબોરમાં આવેલ ખેતરમાં રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા શૈલેષભાઇ નારસિંહભાઈ રાઠવા તથા અલસિંગ રામાભાઈ રાઠાવને પકડી પાડવામાં આવ્યા હતા. આં સાથે જ બંનેને ક્વોરન્ટીન કરીને તેમના કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેતરમાં વાવેતર કરાયેલ કુલ 1233.466 કિલો લીલો ગાંજો ઝડપાયો:
દરોડા પાડતી વખતે પોલીસને ખેતરમાં વાવેતર કરવામાં આવેલ કુલ 1233.466 કિલો લીલો ગાંજો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. જેની કિંમત અંદાજે 1.23 કરોડ રૂપિયા જણાઈ આવે છે. બોડેલી સી.પી.આઈ. એ.એ. દેસાઈ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આગળની પુછપરછ કર્યાં બાદ જ હકીકત સામે આવશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…