રાજ્ય સરકારની બેદરકારીથી 12 લાખ પશુઓની હાલત કફોડી -પશુના પેટ ભરવા તણખલુંય નથી મળતું…

Share post

માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પશુપાલનને માટે મોખરે ગણાતા કચ્છ જિલ્લામાં વરસાદનાં અભાવે અંદાજે કુલ 12 લાખથી વધારે અબોલ પશુઓ પર અછતની આફત આવી પડી છે. ઉનાળા પછી માત્ર 2 મહિનામાં જ હજારો માલધારીને હિજરતની નોબત આવી છે. બન્ની-પચ્છમ, લખપત તથા અબડાસા સહિત ઘણાં વિસ્તારનાં કુલ 20,000થી વધારે પશુપાલકોએ પોતાના કુલ 2  લાખ જેટલાં માલ-ઢોર સાથે સ્થળાંતરની શરૂઆત કરતાં સીમાડામાં સન્નાટો છવાઈ ગયો છે.

પશુપાલન તથા ખેતી પર નિર્ભર રણ પ્રદેશ કચ્છમાં આમ પણ ચોમાસાની ઋતુમાં ઘણો ઓછો વરસાદ પડે છે. તેમાં પણ આ વર્ષે કુદરત રૂઠી હોય એમ મોસમના સરેરાશ કુલ 12-13 ઈંચ વરસાદની સામે માત્ર 4 ઈંચ સરેરાશ વરસાદ આવ્યો છે. ચોમાસુ વિદાય લેવામાં છે એવા સમયે કચ્છમાં સરેરાશ કુલ 26%  વરસાદ જ થયો હોવાનું સરકારી રેકર્ડ પર નોંધાયેલું છે. બીજી બાજુ કચ્છ જિલ્લામાં પાલતુ પશુઓની સંખ્યા કુલ 20 લાખથી વધુ છે. ગયા ઉનાળામાં પાણી વિનાના કપરાં દિવસો કાઢ્યા પછી આકાશમાં વાદળો છવાઈ જતા પશુપાલકોમાં બંધાયેલ વરસાદની આશા હવે ઠગારી નિવડી છે. ચારા તથા પાણીની તંગીની વચ્ચે ઉનાળા પછી ફરીવાર માત્ર 2 મહિનામાં જ પશુપાલકોની હિજરત શરૂ થઈ ગઈ છે.

બન્ની-પચ્છમ વિસ્તારમાં રહેતાં વયોવૃદ્ધ પશુપાલક અગ્રણી રમઝાનભાઈ હાલોપોત્રા જણાવતાં કહે છે કે, સીમાડામાં સન્નાટો છવાયેલો છે. ચારે બાજુ અંધારૂ દેખાઈ રહ્યું છે. ક્યાં જવું એની કોઈ દશ સુઝતી નથી. ભુજ તાલુકામાં આવેલ આ વિસ્તારમાં ઢોરની સંખ્યા કુલ 1 લાખ જેટલી છે. પાંચથી લઈને કુલ 50 ઢોરનો નિભાવ કરતાં કુલ 8,000 હજાર પરિવારો પશુપાલન કરી રહ્યાં છે. આ બધાં જ લોકો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયાં છે.

લખપત તાલુકાનાં મુસ્લિમ સમાજ તેમજ પશુપાલક અગ્રણી હાસમભાઈ નોતિયારે માલધારીઓની વ્યથા જણાવતાં કહ્યું હતું કે, આ તાલુકો ખાલી થવા લાગ્યો છે. ઘેટાં, બકરાં જેવા નાના પશુને લઈને પશુપાલકો ગઢશીશા, રેહા, કોટા બાજુ જવા લાગ્યા છે. જ્યારે ગાય, ભેંસ જેવા મોટા પશુને લઈને માલધારીઓ વાગડ, વારાઈ  બાજુ જવાં લાગ્યા છે. લખપત તાલુકામાં કુલ 10,000 જેટલા પરિવારો પશુપાલનની સાથે સંકળાયેલ છે.

પશુપાલકોને પુરતું સરકારી ઘાસ ન મળી રહેતું હોવાની રાવ સાથે ઉમરભાઈ સમાએ માંગણી કરી રહ્યાં છે કે, સરકારે પંજાબ-હરિયાણા જેવાં રાજ્યોમાંથી ટ્રેનનાં વેગન ભરીને મોટા પ્રમાણમાં ચારો મંગાવવો જોઈએ. કારણ કે હાલમાં દિવસો સુધી રાહ જોયા પછી કુલ 20-25  પશુ ધરાવતા માલધારીને કુલ 60-70 કિલોની ઘાસની એક ગાંસડી સરકાર આપી રહી છે. આ જથ્થો કુલ 1 દિવસ પણ ચાલે એટલો હોતો નથી.

કચ્છનાં પશુપાલકોની માટે રાહતદરે ઘાસચારા વિતરણની વ્યવસ્થા સરકારે કરી આપી છે પણ આ વ્યવસ્થામાં ઘણાં છીંડા રહેલાં છે. ક્યાંક પુરતાં ઘાસ ડેપો નથી, તો ક્યાંક ઘાસકાર્ડ હોવા છતાં પણ ચારો મળતો નથી. વળી, હવે તો કુલ 2  રૂપિયે કિલો મળતાં આ ચારામાં પણ કાળાબજારી થઈ રહ્યાં હોવાનાં આક્ષેપો ઉઠયા છે. વજન કર્યા વિના ઓછો ચારો આપીને વધારે પૈસા પડાવી લેવાતાં હોવાંની ઘણી ફરિયાદો પણ છે. કોઈ અધિકારીઓ કે રાજકારણીઓ પશુપાલકોની વેદના સાંભળતા નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post