fbpx
Thu. Sep 19th, 2019

ગુજરાતમાં વરસાદે છેલ્લા છ વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી ૨૪ કલાકમાં આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સિઝનનો 116.59 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ-પૂર્વ અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં 40થી 50 કિમીની ઝડપે પવન મોજા ઉછળશે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લે 2013માં રાજ્યમાં 128 ટકા વરસાદ નોંધાયો હતો.

મંગળવારે રાજ્યના 31 જિલ્લાના 184 તાલુકામાં સાડા પાંચ ઇંચ સુધી મેઘ મહેર રહી હતી. આ વર્ષે જૂન મહિનાથી શરૂ થતી ચોમાસાની સિઝનથી લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. વર્ષ 2013 પછી એટલે કે 6 વર્ષ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદમાં સિઝનના કુલ વરસાદ કરતાં 4 ટકા વરસાદ ઓછો પડ્યો છે.

ગુજરાતના 23 જિલ્લામાં 100 કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે. આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી 100 ટકા કરતા વધુ વરસાદ વાળા જિલ્લાઓમાં અતિવૃષ્ટિના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

100 ટકા કરતા વધુ વરસાદ પડેલા જિલ્લાઓમાં ભરૂચ-155 ટકા, ડાંગ-126 ટકા, વલસાડ-125 ટકા, નવસારી-117 ટકા, બોટાદ-152 ટકા, ભાવનગર-115 ટકા, અમરેલી-109 ટકા, જૂનાગઢ-116 ટકા, દાહોદ-82 ટકા, પંચમહાલ-120 ટકા, છોટાઉદેપુર-149 ટકા, કચ્છ-142 ટકા, ખેડા-109 ટકા, આણંદ-113 ટકા, વડોદરા-111 ટકા, સુરેન્દ્રનગર-122 ટકા, રાજકોટ-115 ટકા, મોરબી-137 ટકા, જામનગર-140 ટકા, દ્વારકા-104 ટકા, નર્મદા-135 ટકા, તાપી-113 ટકા અને સુરતમાં 132 ટકા વરસાદ પડ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…