fbpx
Sat. Nov 16th, 2019

10 ધોરણ નાપાસ ખેડૂતે વાવી આ વસ્તુ જેથી માત્ર થોડા જ સમયમાં બની ગયો તે લાખોપતિ

ભારત દેશને ખેતીપ્રધાન દેશ ગણવામાં આવે છે. કેમ કે ભારત દેશની અંદર કરોડો લોકો એવા છે કે જે આજે પણ ખેતીવાડી કરીને પોતાના જીવનનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ જ્યારે લોકો ખેતીવાડીનું વ્યવસાય કરે છે ત્યારે તેને ખેતી માં થતી વસ્તુઓ ના પૂરતા ભાવ ન મળવાના કારણે લોકો પોતાના બે સમયની રોટલી ખાવામાં પણ પૈસાની તંગી અનુભવે છે.

પરંતુ અમુક ખેડૂતો એવા છે કે જે પોતાની ટેકનીક અને બુદ્ધિનો ઉપયોગ કરી અને એવી વસ્તુઓ નું વાવેતર કરે છે. તથા એવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. કે જેથી કરીને તે મબલખ ઉત્પાદન કરે છે અને સાથે સાથે તેનો પુરતો ભાવ પણ મેળવે છે. આજે ભારત સરકાર દ્વારા પણ આવી અનેક પ્રકારની નવી નવી ફસલો વિશે વારંવાર જણાવતા હોય છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક ખેડૂત ની કહાની કે જે ભણતરમાં તો માત્ર 10 ધોરણ ભણેલ છે પરંતુ તેણે પોતાની ખેતીમાં કંઈક એવી વસ્તુનુ વાવેતર કર્યું કે જેને કારણે તે માત્ર થોડા જ સમયની અંદર ખૂબ જ પૈસાદાર બની ગયો. કેમકે તેના દ્વારા વાવવા માં આવેલી વસ્તુનો તેને પોષણ ક્ષમ ભાવ મળ્યો અને સાથે સાથે ભરપૂર ઉત્પાદન પણ મળ્યું. જેથી કરીને આ ખેડૂત માત્ર થોડા જ સમયમાં કરોડપતિ તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુ કે જે નું વાવેતર કરીને આ ખેડૂત બની ગયો કરોડપતિ.

મુજફ્ફરપુર ના રહેવાસી યોગેશ પોતાના પરિવારની સાથે મોટે ભાગે શેરડીની ખેતી કરતા હતા. અને આ શેરડીની ખેતી ના કારણે તેના પરિવારનું ગુજરાન પણ ઠીક થાક ચાલી રહેલું હતું. પરંતુ તેની પાસે કોઈ પણ જાતની બચત થતી ન હતી અને આથી જ યોગેશ એ પોતાના ખેતરની અંદર કંઈક અલગ વસ્તુ કરવાનું વિચારી લીધું. અને આ માટે તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો.

ઇન્ટરનેટ પર ઘણી રિસર્ચ કર્યા બાદ યોગેશ ના દિમાગ માં સ્ટ્રોબેરી વાવવાનો લાવ્યો. અને આ માટે તેણે પોતાના પરિવારજનોની અનુમતિ પણ મેળવી લીધી. અને તેણે સ્ટોબેરી ના વાવેતર માટે મહેનત શરૂ કરી દીધી યોગેશ એ પોતાની બધી જ મૂડી આસ્થા વાવેતર પાછળ લગાડી દીધી. યોગેશ પાસે માત્ર દસ વીઘા જમીન હતી અને આ બધી જ જમીનમાં તેણે સ્ટ્રોબેરી વાવી દીધી.

 

પરંતુ વર્ષના અંતે જ્યારે તેના ખેતરમાં સ્ટ્રોબેરીનો પાક થયો ત્યારે આ મહેનતના કારણે તેને ખૂબ પૈસા મળ્યા. અને આ એક જ પાકના કારણે તેને પાંચ લાખ રૂપિયાની કમાણી થઈ.