આ વર્ષે રાજ્યમાં ખરીફ પાકનું રેકોર્ડબ્રેક ઉત્પાદન, આ પાકને મોટી નુકસાનીનો અંદાજ

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે તમામ ધંધા-રોજગાર બંધ પડી ગયાં છે. આની સાથે જ અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઘણાં ખેડૂતોને નુકશાન વેઠવું પડ્યું છે. હાલમાં આને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.રાજ્યમાં ખરીફ પાકની વાવેતરની શરૂઆતમાં આક્રમક વાવણી થયા પછી પખવાડીયા અગાઉ થયેલ અતિભારે વરસાદને લીધે ખરીફ પાકોનાં રેકોર્ડ ઉત્પાદન પણ પાણી ફરી વળ્યું છે.
રાજ્ય સરકારનાં અહેવાલ પ્રમાણે 7 સપ્ટેમ્બર સુધીમાં કુલ 100% એટલે કે કુલ 85.12 લાખ હેક્ટરમાં વાવણી સંપન્ન થઇ ચૂકી છે. જે અગાઉનાં વર્ષે આ સમયગાળામાં કુલ 84.44 લાખ હેક્ટરમાં રહી હતી.આ વાવેતર અંતિમ તબક્કામાં છે તેને ધ્યાનમાં લેતાં હવે કુલ 1 લાખ હેક્ટરથી વધારે વાવેતર થાય એવા સંકેતો નહિંવત્ છે. છેલ્લા અતિભારે વરસાદને લીધે સરેરાશ કુલ 30% થી વધારે નુકસાની છે.
તલ-કઠોળનાં પાકને સૌથી વધુ નુકસાની પહોંચી છે. આટલું જ નહિં પરંતુ હવે જો વરસાદ થાય તો કપાસ, મગફળી તેમજ એરંડાનાં પાકને પણ ઘણું નુકસાન થશે. અઠવાડિયાનાં અંતમાં રાજ્યમાં ફરી અતિભારે વરસાદની આગાહી છે. જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે. અતિભારે વરસાદથી કુલ 33% થી વધારે પાકમાં થયેલ નુકસાનનું વળતર ખેડૂતોને મળશે એવો નિર્દેશ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
તેલીબિયાનાં પાકોમાં મગફળીનું વાવેતર કુલ 20.65 લાખ હેક્ટરમાં થયું છે. એને ધ્યાનમાં લઇને સરકારે પાકનો અંદાજ કુલ 54.65 લાખ ટનનો મુક્યો છે પણ અગ્રણી ટ્રેડરો ઉત્પાદન કુલ 42 લાખ ટન આજુબાજુ જ રહેશે એવો નિર્દેશ કરી રહ્યાં છે. જ્યારે તલનો પાક સરેરાશ કુલ 50% નિષ્ફળ થઈ જશે એવું અનુમાન છે. હજુ એકાદ અઠવાડિયા સુધી વાવેતરની કામગીરી કરવામાં આવશે. જેમાં એરંડાને ખેડૂતો પ્રાધાન્ય આપવામાં આવશે. છેલ્લા વરસાદને લીધે કપાસની આવકો વિલંબમાં પડવા સાથે પ્રથમ વીણીના ફુલ ખરી ગયાનું ખેડૂતોનું જણાવવું છે.
ખરીફ વાવેતરની કામગીરીમાં હવે બાકી રહેલ વાવેતરમાં એરંડાનું વાવેતર કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5.44 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. હજુ એકાદ અઠવાડિયા સુધી વાવેતર થશે. કુલ 6.5 લાખ હેક્ટર સુધીમાં વાવેતર થાય એવા સંકેતો રહેલાં છે. હજુ વાવેતર થયું નથી એમ છતાં રાજ્ય સરકાર દ્વારા એરંડાનો પાક કુલ 14.74 લાખ ટન થશે એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. છેલ્લા અતિભારે વરસાદને લીધે એરંડાના પાકને નુકસાન થયું છે. એને ધ્યાનમાં લઈને ગત વર્ષના કુલ 14.32 લાખ ટનથી વધારે ઉત્પાદન થાય એવા સંકેતો અગ્રણીઓ દ્વારા નકારવામાં આવી રહ્યાં છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…